________________
૨૬૪૦ ધ્યાન હોય ત્યાં “ઈગોઈઝમ” ના હોય ને “ઈગોઈઝમ હોય
ત્યાં ધ્યાન ના હોય. ૨૬૪૧ અહંકારવાળી વસ્તુ એકાગ્રતા કહેવાય ને અહંકારથી જે નિર્લેપ
રહે તે ધ્યાન કહેવાય. ૨૬૪૨ થાતા-ધ્યેયનો તાર સંધાયો, એનું નામ ધ્યાન. તાર તૂટ્યો કે
ધ્યાન તૂટ્યું. જે જીવતા છે એવા “જ્ઞાની પુરુષ'નું ધ્યાન તે
નિદિધ્યાસન કહેવાય અને મૂર્તિનું ધ્યાન તે એકાગ્રતા છે ! ૨૬૪૩ મનનાં પરિણામમાં આત્મા તન્મયાકાર થાય, તો ધ્યાન
ઉત્પન્ન થાય. ૨૬૪૪ અહંકાર હોય ત્યાં ધ્યાન ના હોય. અહંકારનો સ્વભાવ એવો
છે કે તે ઘડીએ ધ્યાન હોય નહીં. એટલે ધ્યાન ઉત્પન્ન થાય છે એ પરિણામ છે, ક્રિયા નથી. અહંકાર કોઈ પણ ક્રિયા કરે,
તેમાંથી જે પરિણામ ઉત્પન્ન થાય એ ધ્યાન છે. ૨૬૪૫ ધ્યાન એ પરિણામ છે. પરિણામ કરાય નહીં. પરિણામ
ઉત્પન્ન થાય, સ્વાભાવિક આવે. ૨૬૪૬ ધ્યાતા - ધ્યેયનું અનુસંધાન કરવું એ પુરુષાર્થ છે ને ધ્યાન એ
પરિણામ છે. ૨૬૪૭ પુરુષાર્થ એવી વસ્તુ છે કે પુરુષ થયા પછી જ પુરુષાર્થ થાય.
આ તો પ્રકૃતિ પરાણે નચાવે છે તેમાં તમે કહો છો કે હું કરું છું આ. એને ભ્રાંતિનો પુરુષાર્થ કહેવાય. એ સાચો પુરુષાર્થ ન હોય. પુરુષ અને પ્રકૃતિ બે જુદાં પડ્યાં પછી જ સાચો
પુરુષાર્થ થાય. ૨૬૪૮ સાચો પુરુષાર્થ ક્યારે ઉત્પન્ન થાય ? જ્ઞાની પુરુષ' પુરુષ
બનાવે, ત્યાર પછી પુરુષાર્થ. ત્યાં સુધી તો પ્રકૃતિના આધારે ચાલી રહ્યું છે, આ પ્રકૃતિ નચાવે તેમ નાચે છે, પણ છતાંય
આપણે એને એક્સેપ્ટ તો કરવું પડે. એ ભ્રાંત પુરુષાર્થ છે. ૨૬૪૯ જેટલી ચીજનો સંયોગ થાય એ પ્રારબ્ધ અને એની જોડે જે
ભાવાભાવ ઉત્પન્ન થાય એ પુરુષાર્થ. ૨૬૫૦ બે જાતના પુરુષાર્થ : એક પ્રારબ્ધમાંથી ઉત્પન્ન થતો પુરુષાર્થ
- “રિલેટિવ પુરુષાર્થ.' પ્રારબ્ધમાંથી બીજ પડે અને તેમાંથી ઉત્પન્ન થતો “રિલેટિવ પુરુષાર્થ.” અને બીજો છે તે પુરુષ થયા પછીનો ‘રિયલ પુરુષાર્થ. પ્રારબ્ધને ક્યા ભાવે ભોગવે
છે એ ભાવ એ ભ્રાંત પુરુષાર્થ છે ! ૨૬૫૧ પુરુષાર્થ એ યોજનારૂપે છે, ને પ્રારબ્ધ એ રૂપક છે. ૨૬૫૨ ફરજિયાતમાં ‘ઈગોઈઝમ' ના કરે, એનું નામ પુરુષાર્થ. ૨૬૫૩ તમે સંસારમાં કંઈ ભોગવો ને તેમાં તમને રસ આવતો હોય
તો તે બંધન થાય ને તે ભોગવતાં જરાય રસ ના હોય ત્યારે
બંધન ના થાય. તે જ સાચો પુરુષાર્થ છે. ૨૬૫૪ સાચો પુરુષાર્થ તો પોતાની જાત માટે નિષ્પક્ષપાતી થાય ત્યારે
થાય. ૨૬૫૫ પુરુષાર્થ કોને કહેવાય ? સ્વતંત્રપણું હોય, સ્વાધીન હોય,
પરાધીન ના હોય. અહીં તો બીજા સંયોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય. “સાયન્ટિફિક સરકમસ્ટેન્સિલ એવિડન્સ'ના
આધારે થાય છે તે પ્રારબ્ધ છે. ૨૬૫૬ જ્યાં સુધી કોઈનું આલંબન લેવું પડે છે ત્યાં સુધી પ્રારબ્ધ છે. ૨૬૫૭ બાબો ચાલે તેમાં બાબાનો શો પુરુષાર્થ ? એ તો પ્રકૃતિ ચલાવે
૨૬૫૮ વખત પુરુષાર્થી નથી, પુરુષ પુરુષાર્થી છે.