________________
૨૫૮૩ દરેક વસ્તુ સ્વભાવથી ભિન્ન પડે છે અને સ્વભાવથી ભિન્ન
પડેલી વસ્તુ એકાકાર ના થાય. ૨૫૮૪ આ આપણું “અક્રમ વિજ્ઞાન' શું કહે છે? દરેકનો સ્વભાવ
ઓળખવાનો છે. અને તે સ્વભાવ પાછો અનેક વસ્તુઓના મિલ્ચર'થી થયેલો છે. તે સ્વભાવ ઓળખી લેવાનો છે, પછી
કશો વાંધો ના આવે. ૨૫૮૫ આત્માનો સ્વભાવ ભાવ જ મોક્ષ છે ને વિશેષ ભાવ એ સંસાર
છે. સંસાર એ વિરુદ્ધ ભાવ નથી. ૨૫૮૬ ખોટામાંથી ખરામાં લઈ જાય એ ખોટું નથી, પણ પોતાના
સ્વભાવમાં આવવું પડે એ ખરો ધર્મ છે. સ્વભાવમાં આવી
જાઓ એટલે બહારની વસ્તુ કોઈ તમને અડે નહીં. ૨૫૮૭ જેને “આ મારો સ્વભાવ નથી' એનું ભાન થાય, તેને નિરંતર
આત્મા-અનાત્માનું ભાન છે ! ૨૫૮૮ સૌ સૌના સ્વભાવમાં છે. કોઈ કોઈની જોડે વેર નથી. આ
વરસાદ વરસાદના સ્વભાવમાં છે. કેટલાકને ના ફાવતું હોય ને કેટલાકને ફાવે. પણ એ એનો સ્વભાવ છોડતો નથી. કોઈ
કોઈના સ્વભાવથી મુક્ત થઈ શકતું નથી ! ૨૫૮૯ તમારા આંબાને ગમે તેટલું ખાતર નાખો તો તે સફરજન
આપે ? ના. શાથી ? ત્યારે કહે, સ્વભાવ ના બદલાય. ૨૫૯૦ જેનો જે સ્વભાવ છે ત્યાં ઉપાય શો ? ૨૫૯૧ ઉપાય કરવાની જરૂર નહીં. માત્ર જોયા કરવાનું ! ક્રોધ કેટલો
વધ્યો, કેટલો ઘટ્યો એ જોયા કરવાનું. “ઉપય’ પ્રાપ્ત થઈ ગયું એટલે ઉપાય કરવાના રહ્યા નહીં. ઉપાય કરવાથી આત્માનું જ્ઞાતાપણું જતું રહે. એટલે ખરો લાભ જતો રહે. આટલું ‘ટેન્શન’ આવ્યું, આટલું વધ્યું, હવે જતું રહ્યું. એ જોયો જ જો
કરવાનાં, જ્ઞાતા રહેવાનું ને ઉપાય કરવાથી તો ઠંડક રહે. ૨૫૯૨ વિષમ પરિસ્થિતિમાં સમતા રહે, એનું નામ “જ્ઞાન.' ૨૫૯૩ ઉપાધિમાં સમતા રહે ત્યારે જાણવું કે મોક્ષનાં વાજાં વાગી
રહ્યાં છે ! ૨૫૯૪ સંસારના માણસો નિયમમાં આવે ત્યારે યમધારી કહેવાય.
કંઈ પણ નિયમ પકડે ત્યારથી યમમાં આવ્યો કહેવાય.
ત્યાગીઓ નિયમી કહેવાય અને જ્ઞાનીઓ સંયમી કહેવાય. ૨૫૯૫ સંસારમાં રહીને જ સંયમ પરિણામ ઊભાં થાય. સંસાર વગર
સંયમ આવે નહીં. સંયમ આવે એથી સંસાર પણ ‘સેફ સાઈડ
થઈ જાય ! ૨૫૯૬ સંયમ ક્યારથી કહેવાય ? સંયમની શરૂઆત શી ?
આર્તધ્યાન- રૌદ્રધ્યાન બંધ થાય ત્યારથી. અસંયમી કોને કહેવાય ? પારકી વસ્તુઓને વશ વર્તે તેને. આર્તધ્યાન
રૌદ્રધ્યાન બંધ ના થાય ત્યાં સુધી યમનિયમ કહેવાય. ૨૫૯૭ સંયમિત દેહ, સંયમિત મન ને સંયમિત વાણી જેનાં થયાં એ
પોતે પરમાત્મા થઈ ગયો ! ૨૫૯૮ સંયમિત મન, સંયમિત દેહ ને સંયમિત વાણી એ ત્રણ
પોતાની’ ગુફામાંથી બહાર નીકળવા ના દે. “આપણે” ‘આપણી’ ગુફામાં જ પેસી જવું. ચા-પાણી પીવા બહાર આવવું
ને પાછું મહીં ગુફામાં પેસી જવું. ૨૫૯૯ સંયમની છાપ ના પડે ત્યાં વીતરાગનો ધર્મ ચાલે નહીં.
આપણી દાળમાં માટી નાખી જાય તો ય સંયમ ના જાય, એનું નામ વીતરાગ ધર્મ. મહીં સમાધાન રહે ને બહાર મોઢું બગડી જાય તેનો વાંધો નથી, એ પુદ્ગલની કસર કહેવાય. એ પુદ્ગલની કસર ના રહે તેની તો વાત જ જુદી ને !