________________
થાય એટલે એનું પાણી જ થાય, તેલ ના થાય. ૨૫૨૮ કુદરત પરીક્ષા લે છે, એમાં વાંધા-વચકા ના કરે તો
‘પાસ’ થઈ જવાય. ૨૫૨૯ આ મનુષ્યો અહંકાર કરે ને કુદરત એને ફટકા મારીને ઉતારી
પાડે. કુદરત કહે છે, “કરું છું હું ને તું શેના અહંકાર કરે છે?” ૨૫૩૦ ‘બ્રેઈન' ચાલતું હોય કે ના ચાલે પણ કુદરત એની બધી જ
હાજતો પૂરી કરે છે. ચા પાકતી હોય સિલોનમાં, પણ સવારના પહોરમાં અહીં મુંબઈમાં ચા પીવા મળે. એવું છે આ
૨૫૩૧ આ કુદરતનું કેવું છે? કોઈ જીવને કિંચિત્માત્ર ધાર્યું ના થવા
દે. પણ જેનાથી કિંચિત્માત્ર કોઈને મનથી, વાણીથી કે વર્તનથી દુઃખ થતું નથી, તેને કુદરત બધી સત્તા આપે છે ધાર્યું
કરવાની. ૨૫૩૨ આ “વર્લ્ડ' જ આપણી માલિકીનું છે, પણ સત્તા પ્રાપ્ત થતી
નથી. એ તો જેટલું જેટલું ચોખ્ખું થતું જાય તેટલી તેટલી સત્તા
પ્રાપ્ત થાય. ૨૫૩૩ કુદરત કોઈ જીવંત વસ્તુ નથી. તેની ઉદારતા છે તે શા માટે
છે ? આપણે પોતે ભગવાન છીએ. માટે ભગવાન તરફનો
તેનો પક્ષપાત છે પણ આપણને કુદરતની કિંમત નથી. ૨૫૩૪ કુદરત આપણા આધીન છે, પણ આપણે તેના આધીન રહેવું
જોઈએ. કુદરતના કાયદા પાળવા જોઈએ. ૨૫૩૫ ત્રણ જાતના કાયદાના ભંગ દુનિયામાં ચાલી રહ્યા છે : ૧.
સામાજિક કાયદાનો ભંગ ૨. કુદરતના કાયદાનો ભંગ. અને
૩. પ્રભુના કાયદાનો ભંગ. ૨૫૩૬ સામાજિક કાયદા તોડશો - સમાજના, રાજના, પબ્લિકના તો
અપકીર્તિ મળશે, મગજ “ડિસ્ટર્બથઈ જશે. કુદરતનો ગુનો કરે, ખાવા-પીવાનું નોર્મલ' ના રહે, એટલે એ માંદો પડે. એમાં ભૂલ થશે તો કુદરત એને ફળ આપશે. અને પ્રભુના કાયદાનો ભંગ એટલે સર્વાત્મ કાયદાનો ભંગ થાય, તેનાથી
મોક્ષ અટક્યો છે. ૨૫૩૭ સર્વાત્મ કાયદો એટલે બધે “હું એકલો જ છું.’ આમાં મારે
કોની જોડે જુદાઈ રાખવાની ?! ૨૫૩૮ “ટ્રાફિકના ‘લ'ને માન આપે તો ગાડી ક્યાંય ના અથડાય. તેમ
જગતના બધી જ જાતના ‘લૉ પાળે તો ક્યાંય ના અથડાય. ૨૫૩૯ લોકો સ્થૂળ “લૉ'ને સમજે તેથી તેને પાળે. સૂક્ષ્મ ‘લૉ' સમજે
તો સૂક્ષ્મ જગ્યાએ ના અથડાય. સૂક્ષ્મતર “લૉર્મ પાળે તો સૂક્ષ્મતર જગ્યાએ ના અથડાય ને સૂક્ષ્મતમ ‘લૉ પાળે તો
સૂક્ષ્મતમ જગ્યાએ ના અથડાય. ૨૫૪૦ બધું નોર્માલિટી' ઉપર છે. “નોર્માલિટી' હોય તો કશી
અડચણ પડે તેમ નથી. ૨૫૪૧ ‘લૉ'માં રહેતો હોય એટલે નિયમમાં રહે. “લૉ’માં હંમેશાં
નિયમને સ્વીકારે ને નિયમ હંમેશાં “વ્યવસ્થિત' ભણી લઈ
જાય. ૨૫૪૨ આ પક્ષીઓને બધું ‘વ્યવસ્થિત' જ છે ને ! જેટલું જરૂરનું હોય
તેટલું જ ખાવાનું મળી આવે. એટલે શરીર બગડે જ નહીં
ને? આપણા લોકોને વધારે મળે તેનું દુઃખ છે ! ૨૫૪૩ પ્રાકૃત ક્રિયા એ “વ્યવસ્થિત' છે અને પ્રાકૃત ફળે ય
વ્યવસ્થિત છે. પછી ડખો ક્યાં રહ્યો ! ૨૫૪૪ ‘વ્યવસ્થિત'નું જ્ઞાન “હું' જન્મથી જ લઈ આવેલો ! અનંત
અવતારની “મારી' શોધખોળ છે !!