________________
લાગણી હોઈ શકે નહીં. લાગણી એ પૌગલિક વસ્તુ છે. લાગણી જ રાખવાની નહીં, શુદ્ધ પ્રેમ જ રાખવાનો છે. તમે ને હું એક જ છીએ એમ રાખવાનું. “શુદ્ધ પ્રેમ' એવી વસ્તુ છે કે કોઈની જોડે કિંચિત્માત્ર “ઈફેક્ટિવ' ના હોય. લાગણી જડ છે, તેથી ઈફેક્ટિવ' થાય છે. “શુદ્ધ પ્રેમ’ ચેતન છે !
ઈનઈફેક્ટિવ' છે. ૨૨૦૭ આ જગતમાં આત્મા સિવાય જે કંઈ પણ પ્રિય કરવા ગયો,
એ વિષય થઈ પડે. એને પ્રિય ગણ્યું ત્યાંથી જ આવરણ ફરી
વળે. એટલે એની અપ્રિયતા ક્યારેય ના દેખાય. ૨૨૦૮ કર્તાપણાની ‘રોંગ બિલિફ' તૂટશે તો આશ્રિત જ નહીં પણ
સર્વસ્વ છો. ૨૨૦૯ નિરાશ્રિતમાંથી આશ્રિત થશે, તો જ પરમાત્મા થશે ! ૨૨૧૦ મહલો તાપ, બહારનો તાપ, ત્રિવિધ તાપથી જગત પીડાઈ
રહ્યું છે ! મહીંલો તાપ બંધ થઈ ગયા પછી રહ્યું શું? મહીલા તાપ કર્મ બંધાવે ને બહારનો તાપ છોડાવે છે, નિર્જરા આપે
૨૨૧૫ આ બધાં શાસ્ત્રો બ્રહ્મને જાણવા માટે લખ્યાં છે. અને બ્રહ્મ
પ્રાપ્તિ થઈ નહીં ને અનંત અવતારથી ભટક, ભટક, ભટક, ભટક કરે છે. પોતાનું અજ્ઞાન જાય નહીં, ત્યાં સુધી ઉકેલ આવે નહીં. આ તો બધી કલ્પના છે. લોકોએ જે કલ્પના
ચીતરી છે તે કલ્પનાનો પાર નથી આવે એવો ! ૨૨૧૬ વાંચવાથી વિકલ્પ ના જાય, જાણવાથી વિકલ્પ જાય ! ૨૨૧૭ શાસ્ત્રો જાણવા માટે લખ્યાં છે. જે જાણવા માટે હોય, તે
કરવા માટે ના હોય. ‘મારાથી થતું નથી, મારાથી થતું નથી' એમ કરી નાખ્યું છે. “ઝેર ખાવાથી મરી જવાય છે” એ જ્ઞાનને તું જાણ, બીજું કરવાનું નથી. જે જ્ઞાન ક્રિયામાં આવે તે સાચું.
જે જ્ઞાન વર્તનમાં ના આવે તેને શું કરવાનું? ૨૨૧૮ શાસ્ત્રીય જ્ઞાન અચેતન હોય છે, છતાં ચેતન તરફ લઈ જાય
છે અને “જ્ઞાની'નું જ્ઞાન ચેતન હોય છે. “જ્ઞાની'નું જ્ઞાન મળે
એટલે એ જ્ઞાન જ કામ કર્યા કરે. ૨૨૧૯ શબ્દથી આત્મા જાણે ત્યારથી ફાયદો થવાની શરૂઆત થાય.
શાસ્ત્રમાં શબ્દ આત્મા હોય. દરઅસલ આત્મા “જ્ઞાની'માં
૨૨૧૧ આરોપિત ભાવ એ કર્મ અને ભોગવટો તે કર્મફળ. આરોપિત
ભાવને જ અહંકાર કહે છે ! ૨૨૧૨ આ સંસારમાં ‘આરોપિત ભાવ” એ જ મોટામાં મોટો ગુનો
૨૨૧૩ ક્યારેય ગમ ના પડે, ગમ પડી હોય તે ય જતી રહે, એવો
આ અગમ ને અગોચર પંથ છે મોક્ષનો ! ૨૨૧૪ ‘પોતાના સ્વરૂપની અજ્ઞાનતા' એ જ સંસારનું કારણ છે.
શાસ્ત્રોની અજ્ઞાનતા જાય, એમાં ફળ મળે નહીં. “પોતાના સ્વરૂપનું ભાન થયું એટલે થઈ ગયું ! ખલાસ થઈ ગયું !!!
૨૨૨૦ આ પુસ્તકની અંદર કેન્ડલ(મીણબત્તી) ચીતરેલું હોય તો એનું
અજવાળું આવે ખરું ? કાગળ પર ચીતરેલું હોય તો કશું વળે નહીં. આત્મા તો “જ્ઞાની પુરુષ'ની પાસે જ જાણવા જેવો છે !
તારે આત્મા જાણવો હોય તો “જ્ઞાની પુરુષ' પાસે જા. ૨૨૨૧ આત્મા અનુભવેલો જોઈએ, શાસ્ત્રજ્ઞાનથી જાણેલો ના ચાલે.
શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે ! ૨૨૨૨ ‘ફેક્ટ વસ્તુ'ના તો એક વાક્યમાં અનંત શાસ્ત્રોનો સાર ભરેલો
હોય !