________________
૨૧૭૩ લૌકિક જ્ઞાન બુદ્ધિથી સમજાય. અલૌકિક જ્ઞાન બુદ્ધિથી ના
સમજાય. એ “જ્ઞાન'થી સમજાય. ૨૧૭૪ લૌકિક-ઈન્દ્રિયગમ્ય. અલૌકિક-અતીન્દ્રિયગમ્ય. ૨૧૭૫ લોકને સ્પર્શે નહીં એ વાતો અલૌકિક કહેવાય. ૨૧૭૬ લોકો કહે છે એ વાત ખોટી નથી, લૌકિક છે. લોક છે ત્યાં
લૌકિક હોય જ અને અલૌકિક વાત આ લૌકિક વાતથી તદ્દ જુદી જ છે. આજ સુધી જાણ્યું તે બધું જ અલૌકિક જ્ઞાનમાં
ખોટું છે. માટે આજથી એના પર માર ચોકડી ને મેલ મીડું ! ૨૧૭૭ જ્યાં ‘ઉપરી’ નહીં, “અંડરહેન્ડ' નહીં એવો આ વીતરાગોનો
મોક્ષ “મને' ખપે છે. ૨૧૭૮ સંસાર તો કેવો છે ? શાક કરી ખાય, કાચી કેરી હોય તો છૂંદો
કરી ખાય ને પાકી હોય તો રસ ચૂસી જાય. એટલે આ લોકનું બહુ વસમું છે. એના કરતાં અહીં સત્સંગમાં પડી રહે તોય
પોસાય. ૨૧૭૯ સંસાર એટલે આકુળતા ને વ્યાકુળતા. શી રીતે ગમે છે એ
જ અજાયબી છે ! ૨૧૮૦ સંસારનો સ્વભાવ જ આવો છે ને ! આપણે જાણીએ કે
પૈડપણમાં સુખ આવશે. ત્યારે પૈડપણમાં કેડો ફાટે ને જંપીને બેસવા ના દે. તેથી મોક્ષ ખોળે છેને લોક, કે આપણે આપણા
સ્થાનમાં જઈએ, પછી કશી ઉપાધિ નહીં ને ! ૨૧૮૧ અનંત અવતાર ભટક ભટક કરે ત્યારે કો'ક ફેરો મનુષ્યનો
અવતાર આવે. તેમાં કેડો ફાટે. થાળી મૂકી હોય તો ય ખાવા ના દે એવાં અંતરાય હોય છે ! એવું છે આ ! માટે જોઈ
વિચારીને પગલું ભરવું. ૨૧૮૨ સંસાર છે ત્યાં સુધી દેહ મળવાનો ને દેહ છે ત્યાં સુધી જંજાળ
રહેવાની. ૨૧૮૩ સીત્તેર વરસથી દાંત ઘસ ઘસ કરીએ છીએ તો ય ચોખ્ખા ના
થયા તો તે વસ્તુ સાચી કે જૂઠી ? ૨૧૮૪ સંસારનું સ્વરૂપ કેવું છે ? જગતના જીવમાત્રમાં ભગવાન
રહેલા છે એટલે કોઈપણ જીવને કંઈ પણ ત્રાસ આપશો, દુઃખ આપશો તો અધર્મ ઊભો થશે. અધર્મનું ફળ તમારી ઇચ્છા
વિરુદ્ધ છે ને ધર્મનું ફળ તમારી ઇચ્છા પ્રમાણે છે. ૨૧૮૫ કોઈને “ઓબ્લાઈજ' કરશો તો તમારી ઇચ્છા પ્રમાણે થશે
અને કોઈને નુકસાન કરીશું તો ઇચ્છા વિરુદ્ધ થશે. ૨૧૮૬ જગત અરીસા જેવું છે, જેવું રૂપ હોય તેવું દેખાડે. ખામી હોય
તો ખામી દેખાડે. ૨૧૮૭ રસ્તામાં જતાં ભૂલા પડ્યા હોય તો રસ્તાના ભોમિયાને પૂછે
તો રસ્તો જડે. તેમ આ લોકો મોક્ષે જતાં રસ્તામાં ભૂલા પડ્યા છે. તેમને મોક્ષનો ભોમિયો મળે તો ઉકેલ આવે. ‘અમે’
મોક્ષના ભોમિયા છીએ ! ૨૧૮૮ જગતના ધર્મો અબંધને બંધ માને છે અને જેનાથી બંધ થાય
છે તેનું તેમને ભાન નથી. ૨૧૮૯ ‘પોતે કોણ છે એવું જાણે, ત્યારથી એને ‘અબંધ દશા’ ઉત્પન
થાય. ૨૧૯૦ આખા જગતે સત્કાર્યોની ઉપાસનાને ધર્મ માન્યો છે. સત્કાર્યો
એ લૌકિક ધર્મ કહેવાય છે. ૨૧૯૧ લોકો સત્કાર્યને ય જાણતા નથી. આ તો ઉદય કર્મ કરાવડાવે
છે, પ્રકૃતિ પરાણે કરાવડાવે છે. એમાં તારું શું? સત્કાર્ય કરવાં એ ય ફરજિયાત છે !