________________
૧૯૬૬ આપણને ગમે, એના બધા જ ગુણો આપણામાં ઉત્પન્ન થાય.
ગજવું કાપનાર ગમે તો તેના ય ગુણ ઉત્પન્ન થાય. ૧૯૬૭ પુણ્યથી આગેવાન થયો એને શું ? ગુણથી આગેવાન થવો
જોઈએ. ૧૯૬૮ પુણ્ય એ જમે રકમ અને પાપ એટલે ઉધાર રકમ. જમે રકમ
જ્યાં વાપરવી હોય ત્યાં વપરાય. ૧૯૬૯ પુણ્યના આધારે તમારો પુરુષાર્થ નફો લાવે ને પુણ્ય પરવારે
તો એ પુરુષાર્થ ખોટ લાવે. ૧૯૭૦ આપણા ધાર્યા પ્રમાણે ફળ આવે તે પુણ્યનું પ્રારબ્ધ છે, ના
આવે તો પાપનું પ્રારબ્ધ છે. ૧૯૭૧ સ્વાર્થ કરે ત્યારે પાપકર્મ બંધાય અને નિઃસ્વાર્થ કરે ત્યારે
પુણ્યકર્મ બંધાય. પણ બન્નેય કર્મ છે ને ! પેલું પુણ્યકર્મનું ફળ છે તે સોનાની બેડી અને પાપકર્મનું ફળ લોઢાની બેડી. પણ બેઉ બેડીઓ જ છે ને !
૧૯૭૬ ઇમોશનલ' થાવ તો ય જગત અટકવાનું નથી ને
ઇમોશનલ' ના થાવ તો ય જગત અટકવાનું નથી. આ તો ઇમોશનલપણાનો જ માથે ભાર આવે છે. બાકી, જગત તો
ચાલ્યા જ કરે છે, એ કોઈ દહાડો અટકવાનું નથી. ૧૯૭૭ “મોશન'માં હોય ત્યારે વેગમાં હોય ને “ઇમોશનલ’ હોય તે
| ઉગમાં હોય. ૧૯૭૮ જે જ્ઞાન “ઇમોશનલ' કરાવે છે તે સંસારી જાગૃતિ છે. સાચી
જાગૃતિ ઇમોશનલ' ના કરાવે. ૧૯૭૯ “ઇમોશનલ” એટલે “ફોરેનની વાતમાં ‘હોમ' ડખલ કરે તે.
ફોરેન’ ‘હોમ'ને ડખલ કરે એમ છે જ નહીં, તમે “પોતે’
એમાં (ફોરેનમાં) પડો તો જ ડખલ થાય. ૧૯૮૦ ગુનેગારને બિનગુનેગાર ઠરાવો, ત્યારે જ ગુનેગાર બિનગુનેગાર
થાય ! ૧૯૮૧ અમને તો કોઈ કહેવા આવે કે આ ભાઈ આવા છે, તો હું
કહેનારને જ પહેલો પકડું કે તું મને આમ કેમ કહેવા આવ્યો? તું કહેવા આવ્યો માટે તું જ ગુનેગાર છે. પૂછયા વગર જે કોઈ
કહેવા આવે તો તેના પર આપણે ચોકડી જ મૂકવી. ૧૯૮૨ કોઈની ય ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ ને સામો
આરોપી થઈ જશે. ફરિયાદ તો કોઈની કરાય જ નહીં. જે ફરિયાદ લઈને આવે તેનો જ ગુનો છે એમ પ્રથમથી જ
સમજી જવું, પછી આરોપીની વાત ! ૧૯૮૩ “આત્મા'માં આવ્યા પછી ફરિયાદ કરવાની હોય નહિ. ૧૯૮૪ આ જગતમાં બે જ વસ્તુ સમજવાની છે. એક, પોતાનું
નિજસ્વરૂપ અને બીજું, આપણી પહેલાંની ગોગારી છે તે. તે ગનેગારી માંગવી તો પડશે ને ?
૧૯૭૨ આત્મા માટે જીવ્યા તે પુણ્ય છે કે સંસાર માટે જીવ્યા તો નર્યું
પાપ છે. ૧૯૭૩ જ્યાં સુધી હું કોણ છું' જાણે નહીં ત્યાં સુધી પુણ્ય ઉપાદેય
રૂપે જ હોય અને પાપ હેય રૂપે હોય. ૧૯૭૪ જ્યાં સુધી જગતની ઘેલછા જશે નહીં ત્યાં સુધી કોઈનો મોક્ષ
થશે નહીં. જેટલી ઘેલછા એટલી અટકણ, ભૂત વળગ્યું હોય
એમ ! ૧૯૭૫ દુનિયામાં બધી જ ચીજ હાજર છે. પણ તમારું ઈમોશનલપણું'
એને આવવા દેતું નથી. “ઇમોશનલ' એટલે અસ્થિરપણું. જમવા જાય તો કહે કે “મને જમવાનું મળશે કે નહીં' એ જ અસ્થિરતા.સ્થિરતા રાખને તો બધું આવીને પડશે.