________________
૧૯૩૦ વ્યવહારનો સાર આખો હોય તો તે નીતિ. નીતિ હશે ને પૈસા
ઓછાં હશે તો પણ તમને શાંતિ રહેશે. અને નીતિ નહીં હોય
ને પૈસા ખૂબ હશે તો ય અશાંતિ રહેશે. ૧૯૩૧ નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે ! ૧૯૩૨ આ દુનિયામાં ત્રણનો ઉપકાર જિંદગીમાં ભૂલાય તેમ નથી :
ફાધર', “મધર’, ‘ગુરુ’, જેમણે આપણને રસ્તે ચઢાવ્યા હોય. ૧૯૩૩ મોક્ષે જવું હોય તો વણમાગી સલાહ ના અપાય. જ્યારે
સલાહ માગવા આવે ત્યારે જ અપાય. સલાહ આપે એટલે
પ્રધાન થવું પડે ! ૧૯૩૪ પૂછે તો જ જવાબ આપવો. ત્યાં સુધી ના બોલવું. કશું
જગતમાં કહેવું નહિ. કહેવું એ મોટામાં મોટો રોગ છે. કશું
કહેવું નથી પડતું છતાં દાઢી ઊગે છે ને ! ૧૯૩૫ કોઈ પૂછે તો જ સલાહ અપાય, નહીં તો આપણું માપ નીકળી
જાય ! ૧૯૩૬ “સફાઈ” એટલી જ માન્ય કરવી કે મેલી થાય તો ચિંતા ના
થાય. “સફાઈ” એવી રાખો ને એટલા પ્રમાણમાં રાખો કે તમને
તે બંધનરૂપ ના થઈ પડે ! ૧૯૩૭ કાયમની ‘રૂમ'માં રહે તો કાયમનો ઉલ્લાસ રહે, ને
‘ટેમ્પરરી’ ‘રૂમમાં રહે તો “ટેમ્પરરી' ઉલ્લાસ રહે. ૧૯૩૮ અકારણ જગત નથી. જ્યાં અકારણ થાય ત્યાં મોક્ષ છે ! જ્યાં
બધાંના “ક્લેઈમ' પૂરા થાય ત્યાં મોક્ષ છે. કારણ વગર કાર્ય
બને નહિ. ૧૯૩૯ કેટલાંક એવો આદેશ આપે છે કે આમ કરો, તેમ કરો, શ્રદ્ધા
રાખો, સત્ય બોલો, ધીરજ રાખો. આ બધાં તો પરિણામ છે.
પરિણામ કેવી રીતે બદલાય ? ૧૯૪૦ તું કાર્યનું બોલીશ નહિ. કાર્યનું સેવન કરીશ નહિ. એ
પરિણામ છે. પણ “કોઝિઝ’નું - કારણનું સેવન કર. કારણનું
સેવન કરવામાં ન આવે ત્યાં સુધી કશું જ વળે નહિ. ૧૯૪૧ તમે અમુક “સ્ટેપ' પર છો. એ સ્થિતિ પોતાને માટે હોય,
બીજાને એ સ્થિતિ લાગુ ના પડાય. એ જુદા “સ્ટેપ' પર છે. એટલે કોઈ માણસને દબાણ ના કરાય. એનું “ઓન્જકશન'
ના લેવાય. ૧૯૪૨ વીતરાગીનો માર્ગ “ઓજેકશન’નો નથી. ‘નો ઓજેકશન’
આપવાનો છે. “ઓજેકશન’ થવાનું થાય ત્યાં ઉદાસીન રહે. ૧૯૪૩ વાંધા, વચકા ને અજ્ઞાન માન્યતાઓ આ ત્રણથી જગતની
ભ્રાંતિ ઊભી રહી છે. આ ત્રણ જ શબ્દો કાઢવા માટે આખા
જગતનાં શાસ્ત્રો રચ્યાં છે ! ૧૯૪૪ આ દુનિયામાં જે કહે કે વાંધો છે એ જ ભૂલ છે. વાંધો
કશાયનો ના હોવો જોઈએ. ૧૯૪૫ આ જગતમાં વાંધા પાડીએ કે “સાસુ આમ પજવે છે, સસરા
આમ પજવે છે.' તો પાર આવે એવો નથી. એના કરતાં ‘વાંધો જ નથી' એવું આપણે બોર્ડ મારવું. સામો વાંધો પાડવા ફરે તો ય
આપણને વાંધો ના પડે એવું રખાય કે ના રખાય? ૧૯૪૬ બહારની જે વસ્તુ છે તે નૈમિત્તિક છે, ‘રિલેટિવ' છે, વિનાશી
છે. નૈમિત્તિક એટલે એમાં કોઈનું ચાલે તેમ નથી. એ એનાં સ્વવશ કરતો નથી, પરસત્તાને આધીન છે. પછી તમારે વાંધો ઉઠાવવાનું જ ક્યાં રહે છે ? જ્યારે ત્યારે વાંધારહિત થવું
પડશે.
૧૯૪૭ “રિલેટિવ'માં તમે વાંધો ઉઠાવશો એ બુદ્ધિવાદ છે. “અમારે”