________________
| દશા-૪
૨૭ ]
અર્થને ગ્રહણ કરવા (૫) અનિશ્રિત ગ્રહણ– અનુક્ત (ગુરુએ હજુ કહ્યા ન હોય તેવા) અર્થને પોતાની પ્રતિભાથી ગ્રહણ કરવા (૬) અસંદિગ્ધ ગ્રહણ- સંદેહ રહિત અર્થને ગ્રહણ કરવા. આ રીતે ઈહા મતિ સંપદાના પણ છ પ્રકાર છે અને આ જ રીતે અવાય મતિ સંપદાના પણ છ પ્રકાર છે. | ९ से किं तं धारणामइसंपया ? धारणामइसंपया छव्विहा पण्णत्ता, तं जहाबहु धरेइ, बहुविहं धरेइ, पोराण धरेइ, दुद्धर धरेइ, अणिस्सिय धरेइ, असदिद्ध धरेइ । से तं धारणामइसंपया । से तं मइसंपया । ભાવાર્થ :- પ્રશ્ન- ધારણા મતિસંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર- ધારણા મતિસંપદાના છ પ્રકાર છે, જેમ કે– (૧) ઘણા સૂત્રના અર્થને ધારણ કરવા (૨) એક સૂત્રના અનેક પ્રકારના અર્થને ધારણ કરવા (૩) જૂની ધારણાને ધારણ કરવી-સ્મૃતિમાં રાખવી. (૪) કઠિન અર્થને ધારણ કરવા (૫) અન્ય કોઈ આધાર વિના અનુકૂળ યોગ્ય અર્થને નિશ્ચિતરૂપે પોતાની પ્રતિભા દ્વારા ધારણ કરવા. (૬) જાણેલા અર્થને સંદેહ રહિત ધારણ કરવા–આ ધારણા મતિસંપદા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગણિની મતિસંપદાનું વર્ણન છે. પાંચ ઇદ્રિય અને મનથી જે જ્ઞાન થાય, તેને મતિ કહે છે અથવા ઔત્પાતિકાદિ ચાર પ્રકારની બુદ્ધિને મતિ કહે છે. પ્રત્યેક પદાર્થમાં સામાન્ય અને વિશેષ ગુણ હોય છે, તે બંને ગુણોને સમજી યોગ્ય–ઉચિત નિર્ણય કરવો, નિર્ણિત કરેલા વિષયને દીર્ઘકાળ પર્યત
સ્મૃતિમાં રાખવા, કોઈપણ વિષયને સ્પષ્ટ સમજવા, વિવિધ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય તેનું સુયોગ્ય સમાધાન કરવું, ગૂઢ વચનના આશયને શીધ્ર સમજી લેવા, આ પ્રકારની તીક્ષ્ણ બુદ્ધિ અને ધારણા શક્તિ તે ગણિની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા(૧) અવગ્રહ મતિ :- નામ, જાતિ આદિની કલ્પનાથી રહિત ‘આ કાંઈક છે', તેવા સામાન્યને ગ્રહણ કરતાં અવ્યક્ત જ્ઞાનને અવગ્રહ કહે છે, જેમ કે- આ કાંઈક સૂત્રાર્થ છે, તેવું અવ્યક્ત જ્ઞાન અવગ્રહ મતિ છે. (૨) ઈહા મતિ :- અવગ્રહ દ્વારા જાણેલા વિષયમાં બાધક કારણોના અભાવમાં, સાધક કારણોની ઉપસ્થિતિ વિચારીને, “આ આમ હોવું જોઈએ તેમ નિશ્ચય તરફ ઢળતા જ્ઞાનને ઈહા કહે છે, જેમ કે– આ સૂત્રનો અર્થ આમ હશે કે નહીં? તેવી શંકા પછી આ સૂત્રનો અર્થ આમ હોવો જોઈએ, તેવું જ્ઞાન ઈહામતિ છે. (૩) અવાય મતિ – ઈહા દ્વારા જાણેલ વિષયનો નિશ્ચય થઈ જવો તે અવાય મતિ છે, જેમ કે– આ સૂત્રનો આ જ અર્થ છે, તેવું નિશ્ચયાત્મક જ્ઞાન અપાય મતિ છે. (૪) ધારણા મતિ – અવાય દ્વારા નિશ્ચિત વિષયને અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિરૂપે ધારણ કરવા, તેને ધારણા મતિ કહે છે. “આ સૂત્રનો આ જ અર્થ છે તેમ નિશ્ચિત અર્થમાં અંતર્મુહૂર્ત સુધી સતત ઉપયોગ રહે, તેને અવિશ્રુતિ કહે છે. અવિશ્રુતિના કારણે આત્મપ્રદેશોમાં સ્મૃતિરૂપે તે વિષય સંખ્યાત, અસંખ્યાત કાળ સુધી સંગ્રહિત થાય અથવા તેના સંસ્કાર પડે, તેને વાસના કહે છે. કાલાંતરે તે સંસ્કારો જાગૃત થાય, તે અર્થ સ્મૃતિ પટ ઉપર આવે, તેને ધારણા મતિ કહે છે. અવગ્રહ, ઈહા, અવાય મતિના છ-છ પ્રકાર :- અવગ્રહાદિ ત્રણે ય મતિના છ-છ ભેદ છે. (૧) શીઘા ગ્રહણ કદાવરણીય કર્મના ક્ષયોપશમથી સૂત્રાર્થના આશયને શીધ્ર જાણી લે, તેને શીધ્ર ગ્રહણ કહે છે