________________
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
(૩) દુષ્યમાર્જન બરાબર પોજ્યા વિના ચાલવું - વિધિપૂર્વક જેટલી જગ્યામાં પગ મૂકવો હોય તેટલી પૂર્ણ જગ્યાને ન પોંજવી, ઉપેક્ષા ભાવથી થોડી જગ્યાને પોંજીને પજ્યા વિનાની ભૂમિ ઉપર પગ મૂકી ચાલવું, ઉપયોગ વિના જેમ-તેમ પોંજીને ચાલવું, તે દુષ્પમાર્જન કહેવાય છે. આ રીતે શીઘગમન, અપ્રમાર્જન કે દુષ્પમાર્જનમાં ઈર્યાસમિતિનું યથાર્થ પાલન ન થવાથી સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે. (૪) જરૂરિયાતથી વધારે શય્યા સસ્તા૨ક રાખવાઃ- સાધુ સમાચારીમાં વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણોને મર્યાદિત સંખ્યામાં રાખવાનું વિધાન છે, અહીં સૂત્રપાઠમાં શય્યા-સંસ્તારકનું કથન છે પરંતુ ઉપલક્ષણથી આસન, સ્થાન, વસ્ત્રાદિ સર્વનું ગ્રહણ થાય છે. સાધુ જરૂરિયાતથી વધારે શય્યા-સંસ્તારક(સૂવા-પાથરવાના ઉપકરણો) વગેરે રાખે તો તેનો ઉપયોગ પ્રતિદિન ન થવાથી, પ્રતિલેખના–પ્રમાર્જન ન થવાથી તેમાં જીવોની ઉત્પત્તિ થવાની સંભાવના રહે છે. તે જીવોની હિંસાથી સંયમમાં દોષ લાગે છે. (૫) રત્નાધિક સામે બોલવું – સંયમપર્યાયમાં જે મોટા હોય તથા જ્ઞાનાદિ ગુણોમાં અધિક હોય, તે રત્નાધિક કહેવાય છે. તે રત્નાધિક સામે બોલવાથી, વિવાદ કરવાથી રત્નાધિકની આશાતના થાય છે અને આશાતના કરવી, તે પ્રાયશ્ચિત્ત યોગ્ય કાર્ય છે. () સ્થવિરોનો ઉપઘાત કરવો :- અહીં શ્રુત સ્થવિર, વય સ્થવિર અને સંયમ સ્થવિર, આ ત્રણે પ્રકારના સ્થવિર સાધુઓનું ગ્રહણ થાય છે. તે સર્વ સ્થવિર સાધુઓની ચિત્ત સમાધિ જળવાઈ રહે, તથાપ્રકારનો વ્યવહાર કરવો તે પ્રત્યેક સહવર્તી સાધુઓનું કર્તવ્ય છે.
તે સાધુઓના આચાર દોષ કે શીલદોષને પ્રગટ કરવા, અન્ય કોઈપણ રીતે તેમની આશાતના કરવી, તેમની સમાધિનો ભંગ કરવો, તે સ્થવિરોનો ઉપઘાત છે, સ્થવિરોનો ઉપઘાત તે પોતાની અસમાધિનું નિમિત્ત બને છે. (૭) છકાયજીવોની હિંસા કરવી - અહીં મૂકવાણા- સૂત્રપાઠમાં ભૂત શબ્દપ્રયોગ સર્વ સ્થાવર જીવોનો વાચક છે પરંતુ ઉપલક્ષણથી ત્રસ જીવોનું પણ ગ્રહણ થાય છે. સંક્ષેપમાં ત્રસ અને સ્થાવર સર્વ જીવોની હિંસાથી સંયમ વિરાધના થાય અને હિંસાના કારણભૂત રાગ-દ્વેષાદિ મલિન ભાવોથી આત્મવિરાધના થાય છે. (૮-૯) મનમાં રોષ રાખીને બળવું અને કોધ કરવો :- મનમાં રોષ રાખવો અને અગ્નિની જેમ મનમાં બળ્યા કરવું તે સંજ્વલના છે, તે રોષ પ્રગટ કરવો, તે ક્રોધ છે. તે બન્નેથી સમાધિનો ભંગ થાય છે. (૧૦) નિંદા કરવી –ffટ્ટ એટલે પરોક્ષરૂપે, પીઠ પાછળ અને માંસ એટલે નિંદા કરનારા, અવર્ણવાદ બોલનારા. અન્યની નિંદા, દોષ દર્શન, તે માંસ ખાવા તુલ્ય છે. અન્યની નિંદા કરનાર પોતાના ગુણોનો નાશ કરે છે. તે સ્વયં કર્મબાંધે છે તથા બીજાને પણ અસમાધિ ઉત્પન્ન કરાવી કર્મ બાંધવામાં નિમિત્ત બને છે. (૧૧) વારંવાર નિશ્ચયાત્મક ભાષા બોલવી – સાધુને જે વિષયની પૂરી જાણકારી ન હોય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિષયક સંદેહ હોય, તે વિષયમાં “આ આમ જ છે, તે રીતે નિશ્ચયાત્મક ભાષા બોલવાથી મૃષાવાદ થાય છે અને તે દ્વારા આત્મ વિરાધના અને સંયમ વિરાધના થાય છે.
નિશ્ચયાત્મક ભાષા પ્રમાણે કાર્ય ન થાય, તો શાસનની નિંદા થાય છે, બોલનારનો અવર્ણવાદ થાય છે અને અનેક પ્રકારના અનર્થ સર્જાય છે, આ રીતે નિશ્ચયાત્મક ભાષા બોલવી અસમાધિજનક છે.