________________
અનુવાદિકાની કલમે
– સાધ્વી શ્રી ડોલરબાઈ મ.
ચાર પ્રકારના અનુયોગમાંથી ચરણકરણાનુયોગની પ્રધાનતા ધરાવતા શાસ્ત્રોમાં સાધકના આચાર-વિચારની શુદ્ધિ માટેના વિસ્તૃત વર્ણનો છે. સાધક દઢતમ સંકલ્પપૂર્વક આચારશુદ્ધિના લક્ષે વ્રત-નિયમોનો સ્વીકાર કરે છે, પરંતુ પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય, મોહનીયકર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી પૂર્વકૃત કર્મના ઉદયે અથવા ક્યારેક વર્તમાનના મંદ પુરુષાર્થે સાધક સ્વીકૃત વ્રતોનું પૂર્ણપણે પાલન કરી શકતો નથી. તે અનેક વાર સ્ખલના પામે છે, જાણતાં કે અજાણતાં પાપ-દોષનું સેવન કરે છે અને તેના વ્રત ખંડિત થઈ જાય છે. આ પરિસ્થિતિમાં પતિત થયેલા સાધકને પુનઃ ઉપર ઉઠાવી લેવો, ખંડિત થયેલા વ્રતને પુનઃ અખંડ બનાવવા, તેની સાધનાને પૂર્ણતા સુધી પહોંચાડવી, તે કાર્ય અત્યંત જરૂરી છે. પૂર્વાચાર્યોએ અત્યંત કરુણાભાવે સાધનાની ખૂટતી કડીરૂપ ચાર છેદ સૂત્રોની રચના કરી છે. તેના નામ આ પ્રમાણે છે– શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર અને નિશીથ સૂત્ર. તેમાં પ્રથમ ત્રણ છેદ સૂત્રોનો સમાવેશ પ્રસ્તુત આગમમાં થયો છે.
છેદ સૂત્ર :– ‘છેદ’ શબ્દનો સામાન્ય અર્થ ‘કાપવું, છેદન કરવું’ થાય છે. ધર્મ સંબંધી છેદનું લક્ષણ આ પ્રમાણે છે–
वज्झाणुट्ठाणेणं जेण ण बाहिज्जए तये णियया । संभव य परिसुद्धं सो पुण धम्मम्मि छेउत्ति ॥
જે બાહ્ય ક્રિયાથી ધર્મમાં બાધા થતી ન હોય અને જેનાથી નિર્મળતાની વૃદ્ધિ થતી હોય, તે ક્રિયાને છેદ કહે છે.
કેટલાક આચાર્યના મતાનુસાર પાંચ ચારિત્રમાં પ્રથમ સામાયિક ચારિત્ર છે. તે અલ્પકાલીન છે. બીજું છેદોપસ્થાપનીય ચારિત્ર જીવન પર્યંતનું છે, તેમાં દોષ લાગવાની અધિકતમ સંભાવના છે, તેથી છેદોપસ્થાપનીય ચારિત્રની શુદ્ધિ માટેના ઉપાયો પ્રદર્શિત કરતા આગમોને છેદ સૂત્ર કહે છે, કહ્યું છે કે–
जम्हा तु होति सोधी छेद सुयत्थेण खलितचरणस्स ।
તમ્હા છેય સુયત્નો વતવ મોત્તુળ પુવ્વત ॥ વ્યવહાર ભાષ્ય, ગાથા
55