________________
વ્યવહાર સૂત્રઃ
અહો... પ્યારા શ્રમણ સાધકો ! આ વ્યવહાર સૂત્રના પહેલા ઉદ્દેશકમાં સ્થવિર ભગવંતે કહ્યું છે. ગુરુદેવ પાસે તમે જાઓ ત્યારે જે દોષથી મિલનતા આવી ગઈ છે, તે એક મહિનાનું પ્રાયશ્ચિત્ત થાય તેવો દોષ છે તે દોષ જે રીતે સેવ્યો હોય તેની યથાતથ્ય રૂપે જ આલોચના કરવી જોઈએ. તે સાચા પૂરવાર થઈ જાય તેમ ગુરુદેવને લાગે તો એક મહિનાનું જ પ્રાયશ્ચિત્ત આપે, પરંતુ આ દોષ બીજા જાણી જશે, તો તે મારી સાથે કેવો વ્યવહાર કરશે, એમ વિચારી ગુરુદેવ પાસે કપટ કરીને આલોચના કરે તો એક મહિનાનું વધુ પ્રાયશ્ચિત્ત આવે છે. વધી વધીને છ મહિનાનું પ્રાયશ્ચિત્ત આવે છે. માયાપૂર્વક આલોચના કરનારનો કોઈ વિશ્વાસ કરતા નથી માટે સચ્ચાઈપૂર્વકનો વ્યવહાર કરવો. એક કે અનેક દોષ કર્યા હોય તેની ક્રમશઃ ગુરુદેવ સામે ઉપસ્થિત થઈને આલોચનાપૂર્વક આત્મશુદ્ધિ કરવી જોઈએ. જેટલીવાર પાપ થઈ જાય તેટલીવાર પ્રાયશ્ચિત્ત કરી મૂર્તિ પવિત્ર રાખવી જોઈએ. બીજો ખાસ ઉપદેશ એ છે કે જે નિર્મળ સાધકે પ્રાયશ્ચિત્ત વહન કરનારા સાધક પાસે બેસવું, ઊઠવું હોય તો તેના વડીલ રત્નાધિક ગુરુદેવને પૂછી આજ્ઞા લઈને જવું જોઈએ. ક્યારેક આજ્ઞાની અવહેલના કરીને પ્રાયશ્ચિત્ત વાહક સાથે બેસવા ઉઠવાનો વ્યવહાર કરવો ન જોઈએ અને જો એવો વ્યવહાર કરે, તો તેને પ્રાયશ્ચિત્ત આવે છે. એવી જ રીતે કોઈ શ્રમણગણનો પરિત્યાગ કરી સાધક એકાકી વિચરણ કરે છે તે પોતે શુદ્ધ આચારનું પાલન કરવામાં અસમર્થ છે તો તેમને આલોચના કરાવી છેદ આપી નવી દીક્ષા ધારણ કરાવવી જોઈએ. જે નિયમ સામાન્ય એકલવિહારી સાધુ માટે છે તે જ નિયમ ગણાવચ્છેદક, આચાર્ય તેમજ શિથિલાચારી શ્રમણને માટે હોય છે. વ્યવહાર શુદ્ધિ દરેકમાં જાળવવી જોઈએ. શ્રમણની સ્વચ્છ પ્રતિમા થયા પછી વારંવાર અકૃત્યનો દોષ સેવી મલિન થવું ન જોઈએ. છતાં ય મલિન થઈ જવાય તો જ્ઞાની ગુરુદેવો, આચાર્ય, ઉપાધ્યાય પાસે દોષ પ્રગટ કરીને સચ્ચાઇપૂર્વક પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. કોઈ એવા જ્ઞાની ન મળે તો જંગલમાં સ્થિત થઈને પૂર્વ-ઉત્તર દિશા તરફ મુખ રાખીને પોતાના દોષ પ્રગટ કરવા જોઈએ આ રીતે પ્રતિમાને પવિત્ર જ રાખવી જોઈએ.
ઉદ્દેશક બીજો : એક સમાચારીવાળા બે સાધુ સાથે વિચરતા હોય, ત્યારે બેમાંથી એકે અકૃત્યનું સેવન કર્યુ હોય તો તેણે પેલા સાધુ પાસે આલોચના કરી પવિત્ર થઈ જવું
જોઈએ. બંનેએ દોષ સેવ્યો હોય તો તેમણે અરસપરસ આલોચના કરી પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું જોઈએ. એવી જ રીતે ઘણા સાધુમાંથી એક અથવા બધાએ દોષ સેવ્યો હોય તો
45