________________
છે. કામી માનવ પોતાના જ દ્વારા પોતાનો સ્વરૂપ રમણતાનો આનંદ ગુમાવી પુદ્ગલાનંદી બની જાય છે. તે પુદ્ગલનો આનંદ ઉદંડ બનાવે છે, ઉદ્ઘત બનાવે છે, તે ઉદ્ધતાઈ ઉધઈ જેવી બનીને પોતાને કોરી ખાય છે. તે દુઃખ આશાતાનું સહન નહીં કરી શકવાના કારણે ચારે કોર ઘૂમી રત્નાધિક વડીલોની આશાતના કરી બેસે છે. પોતાને જોઈએ છે શાતા પણ કામીના ધંધા હોવાથી કામાંધ બની તેત્રીસ આશાતના ઊભી કરે છે. પછી તેમાં મોહકર્મની રતિક્રીડા ભળવાથી જબરજસ્ત જોમ આવે છે. જેમ મર્કટને દારૂ પીવડાવવામાં આવે, વીંછી કરડે પછી કેવા કૂદકા મારે તેની જેમ આ માનવરત્નો પોતાના કૂદકા ભૂસકાથી કરેલી આશાતનાના પાપ દ્વારા ચારિત્રમાં ચાંદા ઉત્પન્ન કરે છે. પોતાનામાં જ ઊભા કરેલા તે તેત્રીસ પ્રકારના ચાંદા અસહ્ય અશાતાની વેદના ઉપજાવે છે. તેની નીચે શ્રમણાકૃતિ સ્વચ્છ હોવા છતાં ઘવાયેલી દેખાય છે માટે તેમાં પડેલા ચાંદાના સ્થાન તેત્રીસ દશાશ્રુતસ્કંધ સૂત્રની ત્રીજી દશામાં સ્થવિર ભગવંતોએ દર્શાવ્યા છે. તે ટાળવાનો ઉપાય પણ તેમાં દર્શાવ્યો છે. આ આશાતના ચાંદાના ઘાવ પૂરવા તમારે વિનય વિવેકનો
મલમ લેવો પડશે. એવી ચાલાકીથી શાતાની સળી દ્વારા ઘાવને રુઝાવી દેવા પડશે તો ચાલો હવે મલમ પટ્ટી તથા શાતાની સળી લાવીને મારા આદેશાનુસાર કરવા લાગી જાઓ. બધા ઊભા થયા. સમતામાં સ્થિત માનવરત્નો પાસે આવી લક્ષ બાંધી પ્રવચન કુમારના ઇશારા પ્રમાણે તેત્રીસ ઘાવ રુઝવવા મલમ પટ્ટી કરવા લાગ્યા.
રત્નાધિકની આગળ, પાછળ, પડખે ચાલવાની, બેસવાની, ઊભા રહેવાની ઉદ્ધતાઈને શાંત કરી ઘાવ પૂરી દીધા, બોલવાની કુચેષ્ટા, કાર્ય કરવાની કુચેષ્ટા એમ તેત્રીસ આશાતનાનાં કરેલા પાપના પડેલા ચાંદાની અશાતાના દુઃખને દૂર કરી વિનયશીલ શાંત મૂર્તિની આભા પ્રગટ કરી દીધી. બાવીસ શિલ્પીઓમાંથી લાઘવકુમાર અને અચૌર્યકુમારની ઘા રુઝાવવાની રળીયામણી હસ્ત લાઘવતા જોઈ પ્રવચનકુમાર પ્રમોદિત બની ગયા અને દરેક શિલ્પીની વીરતાને બિરદાવી ખુશ કરી દીધા. પ્રવચન કુમાર જે આદેશ આપે, જે શિક્ષા આપે તે પ્રમાણે તેઓ ઝડપથી શીખવા લાગી ગયા. હવે શ્રમણ આકૃતિ નજરે પડવા લાગી. પગ સ્થિર, હસ્ત સ્થિર, ઘા-ઘોબા વિનાની નરવી આકૃતિ પ્રગટ થવા લાગી. બાવીસે વિધાર્થી તેમના ગુરુજી પાસે આવી મસ્તક નમાવી નવી કળા શીખવવાની તત્પરતા દેખાડવા લાગ્યા.
પ્રવચનકુમારે કહ્યું– તમારે હવે તમારી બુદ્ધિથી આઠ અંગની આકૃતિ ઓળ ખવી પડશે અને તે આઠ અંગની સંપદા દશાશ્રુતસ્કંધમાં દર્શાવી છે. તેવી જ કોતરણી
38