________________
ઉપરોક્ત તમામ પ્રક્રિયા જાગૃત સાધક હોય તેને લાગુ પડે છે કારણ તે જ પરીક્ષામાં બેઠેલા ગણાય, તેથી પાસ નાપાસનું પરિણામ તેને જ લાગુ પડે છે. અમુક આત્માઓ તો એવા હોય છે કે જે પરીક્ષામાં બેસતાં જ નથી. તેને માત્ર ઓઘ સંજ્ઞા જ હોય છે. ઓઘ સંજ્ઞામાં થતું આચરણ તેને બેહોશ અગર દંભી બનાવે છે.
ભગવાન તીર્થકર દેવો કદી પણ કોઈને સલાહ કે ભલામણ દેતા નથી કારણ કે સર્વના આત્માનાં ઊંડાણમાં તેમણે સર્વજ્ઞ પદ નિહાળ્યું છે, તેથી પોતાના ઉપદેશમાં માત્ર સાવધાની સ્વરૂપ જાગૃતિ આપીને ભવ્યાત્માને સભાન બનાવે છે. તેથી જ “તમો ખાડામાં પડશો નહીં' તેવું જ્ઞાન નથી આપ્યું પરંતુ “ખાડામાં પડવા જેવું નથી” તેટલી જ માત્ર જાગૃતિ આપી છે, તેની સાક્ષી (દશ. સૂ. અધ્યયયન-૪, ગાથા–૧૧) છે.
કોઈ પણ જાગૃત સાધકથી પ્રતિસેવના(દોષાચરણ) કે વિરાધના થઈ જાય તો ભગવાન એમ નથી કહેતા કે મેં તને ના કહી હતી, જે થઈ ગયું છે, હવે ખાડામાંથી આ છેદ સૂત્રોનો આધાર લઈને બહાર આવો અને જે ગંદવાડ લાગેલો હોય તેનાથી સ્વચ્છ થઈ નિર્મલ બનો.
ખાડો કે શિખર એ બંને જાગૃત અને સભાન સાધકને જ લાગુ પડે છે કારણ કે મોક્ષ માર્ગે ગતિ તેની જ છે. જ્યાં માત્ર સાવધાની વગરની સંયમ યાત્રા છે. તે એક પ્રકારની ઉદયાધીન ઓઘ સંજ્ઞા છે. (દશ. અ.-૨, ગાથા-૨), તેથી તેઓ તો વગર ખાડે ગબડેલા છે અને વગર પાણીમાં ડૂબેલા હોવાથી તેને માટે છેદ સૂત્રોનો કોઈ ઉપયોગ નથી.
પાંચમું અને છઠ્ઠ ગુણસ્થાન એટલે સંસાર દશાથી તો મુક્તિ મળી પણ છદ્મસ્થ દશામાં તો તેની ફસામણ છે જ ! એટલે સંજ્વલન કષાયની ઉપરના જે બે કષાયો છે તે દૂર હટીને(પ્રશસ્ત ક્ષયોપશમ) ગમે તેટલો પણ સંયમ માર્ગ નિર્મલ બનાવે તો પણ છધસ્થ દશાનાં આવરણથી તો ઘેરાયેલો છે એટલે જ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની કષાયોનાં નામ સાથે ‘આવરણ' શબ્દ જોડેલો છે.
જ આ આવરણનું કાર્ય એટલું છે કે સંયમના ભાવોને અસંયમના ભાવો તરફ આકર્ષણ ઊભું કરવું, આ વાત ભલે ગંભીર હોય પણ તેની મર્યાદા માત્ર અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારની હદ સુધી જ છે. મહાસાગરના માછલા જેમ ક્યારેક મોજાના ધક્કા ખાઈને કિનારા ઉપરનાં છીછરા પાણી સુધી પહોંચે, પણ સાગરની હદ બહાર તો ન જ જાય. તેમ આ “આવરણ” પણ મર્યાદાવંત છે અને તેથી જ શ્રી ભગવતીજી સૂત્રમાં શતક-૨૬માં સંજ્યા-નિયંઠાના અધિકારે “છઠ્ઠાણવડિયા’ ષટ્રસ્થાનક હાનિ વૃદ્ધિ અધિકાર આત્માના સાંત્વન અને વર્ધમાન ભાવોનાં પોષણ માટે છે.