________________
દશા-૧૦
[ ૧૧૩]
कालं केवलिपण्णत्तं धम्ममाइक्खेज्जा? हंता ! आइक्खेज्जा । से णं पडिसुणेज्जा? हंता ! पडिसुणज्जा । से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? णो इणढे समढे अण्णत्थरूई यावि भवइ । अण्णरूइमायाए से भवइ- जे इमे आरणिया आवसहिया गामंतिया कण्हूइरहस्सिया । णो बहुसंजया, णो बहुपडिविरया सव्व पाण भूय जीव सत्तेसु अप्पणा सच्चामोसाइं एवं विपडिवदंति____ अहं ण हंतव्वो, अण्णे हंतव्वा, अहं ण अज्जावेयव्वो अण्णे अज्जावेयव्वा, अहं ण परियावेयव्वो अण्णे परियावेयव्वा, अहं णं परिघेतव्वो अण्णे परिघेतव्वा, अहं ण उवद्दवेयव्वो अण्णे उवद्दवेयव्वा,
. एवामेव इत्थिकामेहिं मुच्छिया गढिया गिद्धा अज्झोववण्णा जाव कालमासे कालं किच्चा अण्णयेरसु आसुरिएसु किव्विसिएसु ठाणेसु उववत्तारो भवति । ते ततो विमुच्चमाणा भुज्जो एलमूयत्ताए पच्चायति ।
एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागेणं णो संचाएति केवलिपण्णत्तं धम्मं सद्दहित्तए वा पत्तिइत्तए वा रोइत्तए वा । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને પાવત દેવરૂપે ઉત્પન થાય છે, તે ત્યાં મહદ્ધિક દેવ થાય છે યાવત દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી, સ્વયં પોતાની વિર્તિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે અને પોતાની દેવીઓની સાથે કામક્રીડા કરે છે.
તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય જન્મમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે યાવતુ તે પુરુષ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો બોલાવ્યા વિના હાજર થાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય! કહો, અમે આપના માટે શું કરીએ? યાવતુ આપને ક્યા પદાર્થ ઇષ્ટ છે ?
પ્રશ્ન- આ પ્રકારની દ્ધિથી યુક્ત તે પુરુષને શું શ્રમણ-માહણ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે? ઉત્તર- હા કહે છે. પ્રશ્ન- શું તે ધર્મને તે સાંભળે? ઉત્તર- હા, તે સાંભળે છે. પ્રશ્ન- શું તેને તે કેવળી પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે? ઉત્તર-તે સંભવ નથી, તે અન્યદર્શનમાં રુચિ રાખે છે, અન્ય દર્શનનો સ્વીકાર કરી તેનું આચરણ કરે છે, જેમ કે- તે અરણ્યવાસી તાપસ, પર્ણકુટિરમાં રહેનારા તાપસ, ગામની પાસે બગીચામાં રહેનારા તાપસ અને ચમત્કારોને ગુપ્ત રાખનારા તાપસ બને છે. તે અસંયત છે, પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની હિંસાથી અવિરક્ત છે, તે સત્યમૃષા(મિશ્રભાષા) ભાષાનો આ પ્રમાણે પ્રયોગ કરે છે કે મને મારો નહિ, બીજાને મારો; મને આદેશ ન આપો, બીજાને આદેશ આપો; મને પીડા ન આપો, બીજાને પીડા આપો; મને પકડો નહિ, બીજાને પકડો; મને ભયભીત ન કરો, બીજાને ભયભીત કરો; આ રીતે તે સ્ત્રી સબંધી કામભોગોમાં મૂચ્છિત, ગ્રથિત-બંધાયેલા, વૃદ્ધ(લોલુપ) અને અત્યંત આસક્ત રહે છે, જીવનની અંતિમ ક્ષણોમાં દેહત્યાગ કરી કોઈ અસુરલોકમાં કિલ્વિષી જાતિના દેવસ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તે દેહ છોડીને ફરી ઘેટાં-બકરાંની જેમ મનુષ્યોમાં મૂંગા પ્રાણી રૂપે ઉત્પન્ન થાય છે.