________________
[ ૧૦૬ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
શ્રમણ-માહણ ઉભયકાળ કેવળી પ્રરૂપિત ધર્મ કહે છે? ઉત્તર- હા કહે છે. પ્રશ્ન- શું તે ધર્મ પ્રરૂપણાને સાંભળે છે? ઉત્તર- તે સંભવ નથી, કારણ કે તે ધર્મશ્રવણને માટે યોગ્ય નથી. મહાઇચ્છાઓવાળા તે થાવત દક્ષિણ દિશાવર્તી નરકમાં કૃષ્ણપાક્ષિક નારકીરૂપે ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે અર્થાત્ તે દુર્લભબોધિ બને છે.
હે આયુષ્યમાન શ્રમણો તે નિદાનશલ્યના પાપકારી પરિણામ સ્વરૂપે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ પણ કરી શકતા નથી. (ર) નિગ્રંથીઓનું સ્ત્રીભોગ સંબંધી નિદાન અને તેનું ફળ :|१३ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाण अत करेति ।
जस्स णं धम्मस्स णिग्गंथी सिक्खाए उवट्ठिया विहरमाणी पुरा दिगिंछाए जाव उदिण्ण काम जाया यावि विहरेज्जा सा य परक्कमेज्जा, सा य परक्कममाणी पासेज्जा से जा इमा इत्थिया भवइ-एगा, एगजाया, एगाभरणपिहाणा, तेल्ल पेला इव सुसंगोपिया, चेल-पेला इव सुसंपरिगहिया, रयणकरंडगसमाणा ।
तीसे णं अइजायमाणीए वा णिज्जायमाणीए वा पुरओ महं दासी दास किंकर कम्मकर पुरिसा पयत्तपरिक्खित्तं छतं भिंगारं गहाय णिग्गच्छंति जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अब्भुटुंति, भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सदति ? ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રત અને ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે, તે નિગ્રંથ પ્રવચન સત્ય છે યાવતુ બધા દુઃખોનો અંત કરે છે.
તે ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમ જીવનનું પાલન કરતાં ભૂખ વગેરે પરિષહોથી પીડિત થાવત્ ઉદિત કામ-મોહ સહિત સંયમમાં પરાક્રમ કરતી કોઈ સાધ્વી, સ્ત્રી આદિને જોઈને વિચારે કે આ સ્ત્રી પોતાના પતિની એક પત્ની છે, એક માત્ર પ્રાણપ્રિયા છે. તે સુવર્ણના કે રત્નોના એક સરખા આભરણ અને વસ્ત્ર પહેરે છે. તેના પતિ માટે તે તેલની શીશી, વસ્ત્રોની પેટી અને રત્નોના કરંડિયાની સમાન સંરક્ષણીય છે અને સંગ્રહણીય છે.
મહેલમાં તે અંદર જાય અને બહાર નીકળે ત્યારે તેની પાછળ છત્ર, જારી લઈને અનેક દાસ-દાસી, નોકર-ચાકર ચાલે છે યાવત એકને બોલાવે ત્યાં તેની સામે ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય છે અને પૂછે છે હે દેવાનુપ્રિય! કહો, અમે આપના માટે શું કરીએ? યાવતુ આપના માટે ક્યા ભાવતા ભોજન લઈ આવીએ ? १४ जं पासित्ता णिग्गंथी णिदाणं करेति- जइ इमस्स सुचरिय-तव-णियमबंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि, तं अहमवि आगमिस्साए इमाई एयारूवाई ओरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणी विहरामि-से तं साहु ।