________________
| १०२ ।
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
| ८ तत्थ णं एगइयाणं णिग्गंथाणं णिग्गंथीण य सेणियं रायं चेल्लणं च देवि पासित्ताणं इमेयारूवे अज्झथिए, चिंतिए, पत्थिए, मणोगए संकप्पे समुप्पज्जित्थाअहो णं सेणिए राया महड्डिए जाव महासोक्खे, जे णं ण्हाए जाव सव्वालंकार-विभूसिए चेल्लणा देवीए सद्धिं उरालाई माणुस्सगाई भोग भोगाई भुंजमाणे विहरइ । ण मे दिट्ठा देवा देवलोगंसि, सक्खं खलु अयं देवे ।
जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं वयमवि आगमेस्साई इमाइं एयारूवाइं ओरालाई माणुस्सगाई भोग भोगाइं भुंजमाणा विहरामो, से त्तं साहू ।
अहो णं चेल्लणादेवी महिड्डिया जाव महासोक्खा जा णं ण्हाया जाव सव्वालंकारविभूसिया सेणिएणं रण्णा सद्धिं उरालाई माणुस्सगाई भोग भोगाई भुंजमाणी विहरइ । ण मे दिवाओ देवीओ देवलोगसि, सक्खा खलु इमा देवी। जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं वयमवि आगमिस्साइं इमाइं एयारूवाइं ओरालाई माणुस्सगाई भोग भोगाइं भुंजमाणीओ विहरामो, से तं साहू ।
अज्जो त्ति समणे भगवं महावीरे ते बहवे णिग्गंथा णिग्गंथीओ य आमंतेत्ता एवं वयासी- सेणियं रायं चेल्लणादेविं पासित्ता इमेयारूवे अज्झथिए जाव समुपज्जित्था-अहो णं सेणिए राया महिड्डिए जाव से तं साहू; अहो णं चेल्लणा देवी महिड्डिया जाव से तं साहू । से णूणं अज्जो ! अत्थे समढे ? हंता, अत्थि। ભાવાર્થ :- ત્યાં (ગુણશીલચૈત્યમાં) શ્રેણિકરાજા અને ચલણાદેવીને જોઈને કેટલાક નિગ્રંથો અને નિગ્રંથીઓના મનમાં આ પ્રકારના અધ્યવસાય, ચિંતન, ઇચ્છા અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા કે અહો! આ શ્રેણિકરાજા મહાન ઋદ્ધિવાળા યાવત ઘણા સુખી છે. તે સ્નાન કરીને યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને ચેલણાદેવી સાથે મનુષ્યસબંધી ઉદાર(ઉત્તમ)કામભોગ ભોગવી રહ્યા છે. આપણે દેવલોકના દેવોને જોયા નથી. આપણા માટે તો આ(શ્રેણિક રાજા)જ સાક્ષાત્ દેવ સ્વરૂપ છે.
જો સમ્યકરૂપે આચરિત અમારા ચારિત્ર, તપ, નિયમ, બ્રહ્મચર્યના પાલનનું કોઈ કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો અમે પણ ભવિષ્યમાં આ પ્રકારના મનુષ્યસબંધી ભોગોને પ્રાપ્ત કરીએ, તે આપણા માટે ઉત્તમ છે.
(કેટલીક નિર્ગથીઓના મનમાં સંકલ્પ ઉત્પન્ન થયો કે–) અહો ! આ ચેલણાદેવી મહાન ઋદ્ધિવાળા છે યથાવત ઘણા જ સુખી છે. તે સ્નાન કરીને વાવતુ બધા જ અલંકારોથી વિભૂષિત થઈને શ્રેણિક રાજા સાથે મનુષ્યસબંધી ઉત્તમ ભોગો ભોગવી રહ્યા છે. આપણે દેવલોકની દેવીઓને જોઈ નથી, આપણા માટે તો આ(ચેલણાદેવી) જ સાક્ષાત્ દેવી સ્વરૂપ છે. સમ્યક રૂપે આચરિત અમારા ચારિત્ર તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કોઈ વિશિષ્ટ ફળ હોય તો આપણે પણ ભવિષ્યમાં આ પ્રકારના મનુષ્યસબંધી ભોગોને પ્રાપ્ત કરીએ, તે જ આપણા માટે ઉત્તમ છે.