________________
પ્રાથના
[ ૮૧]
આઠમી દશા | | પ્રાકકથન છROROCRORDROROR * પ્રસ્તુત દશાનું નામ પર્યુષણા કલ્પ છે. ચાતુર્માસના બે કલ્પમાં પર્યુષણ પર્વતના કલ્પને પર્યુષણા કલ્પ કહેવામાં આવે છે. દશાશ્રુતસ્કંધની દશાઓમાં એક-એક વિષયનું નિરૂપણ છે. તે અનુસાર આ દશામાં પણ પર્યુષણાકલ્પ સંબંધી એક જ વિષયનું પ્રતિપાદન હોવું જોઈએ, પરંતુ વર્તમાનમાં આ દશામાં ભગવાન મહાવીર સ્વામીના જીવનની મુખ્ય છ ઘટનાના નક્ષત્રનું કથન કરતું એક જ સૂત્ર ઉપલબ્ધ છે. * નિયુક્તિકારે આદશાની નિર્યુક્તિમાં પર્યુષણકલ્પમાં પાલન કરવા યોગ્ય સંયમ સમાચારીના કેટલાક વિષયોનું વિવેચન કર્યું છે અને નિર્યુક્તિના પ્રારંભમાં પર્યુષણા શબ્દની વ્યાખ્યા કરી છે. આ દશા ઉપર નિયુક્તિની ૬૭ ગાથા છે. * એક માન્યતા એવી છે કે “કલ્પસૂત્ર” આ દશાના જ અંગરૂપ હતું અને પાછળથી તેણે સ્વતંત્ર રૂ૫ ધારણ કર્યું. નિક્તિને જોતા તે વાત સંગત લાગતી નથી અને સર્વ ઇતિહાસકારો પણ તે વાતમાં એક મત નથી. નિક્તિકારના સમય પછી આ દશાનો કેટલોક ભાગ લુપ્ત થઈ ગયો હોય તેમ અનુમાન થાય છે.