________________
દશા-૭
૭૭
નવમી પ્રતિમામાં સાધક દંડાસન, લકુટાસન અને ઉક્કુડાસને કાર્યોત્સર્ગ કરે છે.
(૧) દંડાસન – દંડાસનમાં સાધક પગલાંબા કરી, હાથ-પગ અંતર રહિત શરીરને સ્પર્શે તેમ રાખીને દંડની જેમ સુઈને કાર્યોત્સર્ગમાં સ્થિત થાય છે.
દંડાસન
(૨) લકુટાસન :– વૃક્ષની લાકડી વાંકી-ચૂકી રહે છે તેમ આ આસનમાં શરીરનો કેટલોક ભાગ જમીનથી અહ્વર રહે છે અને કેટલોક ભાગ જમીનને સ્પર્શીને રહે છે. તેમાં એક પડખે સૂઈને હથેળી ઉપર માથું અને તે હાથની કોણી જમીન ઉપર ટેકવીને, એક પગનો પંજો ભૂમિ ઉપર રહે, એક પડખું ભૂમિને સ્પર્શે છે અને બીજા પગની એડી પહેલાં પગના ઘૂંટણ ઉપર રાખે છે.
લ ટાસન
(૩) ઉત્કૃટુકાસન– આ આસનમાં સાધક પગના બંને તળિયા ભૂમિ ઉપર સ્થિત કરી, પૂંઠ જમીનથી અતર રાખીને, હાથ અંજલીબદ્ધ કરી, ઉભડક બેસીને કાર્યોત્સર્ગમાં સ્થિત થાય છે.