________________
[ ૧૮ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
पुवागमणेणं दोवि पुवाउत्ताई, कप्पंति से दोवि पडिग्गाहित्तए । तत्थ से पुव्वागमणेणं दोवि पच्छाउत्ताई णो कप्पंति दोऽवि पडिगाहित्तए । जे से तत्थ पुव्वागमणेणं पुव्वाउत्ते से कप्पइ पडिग्गाहित्तए । जे से तत्थ पुव्वागमणेणं पच्छाओ णो से कप्पइ पडिग्गाहित्तए ।
तस्स णं गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठस्स कप्पइ एवं वदित्तए - समणोवासगस्स पडिमापडिवण्णस्स भिक्खं दलयह । तं एयारूवेणं विहारेणं विहरमाणं केइ पासित्ता वदिज्जा- केइ आउसो ! तुमं वत्तव्वं सिया? समणोवासए पडिमा-पडिवण्णए अहमंसी ति वत्तव्वं सिया । से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुयाहं वा, तियाहं वा जाव उक्कोसेणं एक्कार- समासे विहरेज्जा । से तं एकादसमा उवासगपडिमा । एयाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एकारस उवासगपडिमाओ पण्णत्ताओ। ભાવાર્થ :- અગિયારમી ઉપાસકપ્રતિમા :- આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં સચિવાળા હોય છે યાવત તે ઉદ્દિષ્ટભક્તના પરિત્યાગી હોય છે. તે અસ્ત્રથી માથાનું મુંડન કરે છે અથવા કેશનો લોચ કરે છે. તે સાધુના આચાર, ભંડોપકરણ અને સાધુવેશ ધારણ કરે છે. શ્રમણ નિગ્રંથો માટે પ્રરૂપિત ધર્મને સમ્યકરૂપે કાયાથી સ્પર્શ કરતાં, પાલન કરતાં, સાડા ત્રણ હાથભૂમિ જોતાં-જોતાં ચાલે ત્યારે ત્રસ પ્રાણીઓને જોઈને તેની રક્ષા માટે પગ ઉપાડીને ચાલે, પગ સંકોચીને ચાલે કે ત્રાંસા પગ રાખીને ચાલે અર્થાત્ લાંબા ડગલા મૂકીને, ટૂંકા ડગલા મૂકીને અથવા પેની કે એડી ઉપર સાવધાનીથી ચાલે છે. જો બીજો જીવરહિત માર્ગ હોય, તો તે માર્ગે યતનાથી ચાલે પરંતુ જીવ જંતુવાળા માર્ગે ચાલે નહીં.
(પ્રતિમાધારીને) જ્ઞાતિજનો(કુટુંબીઓ સાથેના) પ્રેમબંધનનો વિચ્છેદ થયો નથી, માટે તેને જ્ઞાતિજનોના ઘેર ગોચરી માટે જવું કલ્પ છે. ગૃહસ્થના ઘરમાં પ્રતિમા ધારીના આગમન પહેલાં ભાત તૈયાર ગયા હોય અને દાળ પાછળથી રાંધી હોય, તો તે પ્રતિમધારીને ભાત લેવા કલ્પે છે, પરંતુ દાળ લેવી કલ્પતી નથી. પ્રતિમાધારીના આગમન પહેલાં દાળ થઈ ગઈ હોય અને ભાત પાછળથી તૈયાર થયા હોય, તો દાળ લેવી કહ્યું છે પરંતુ ભાત લેવા કલ્પતા નથી. પ્રતિમાધારીના આગમન પહેલાં દાળ-ભાત બંને તૈયાર થઈ ગયા હોય તો બંને લેવા કલ્પ છે, દાળ-ભાત બંને પ્રતિમા ધારીના આગમન પછી તૈયાર થયા હોય તો બંને લેવા કલ્પતા નથી. પ્રતિમાધારીના આગમન પહેલાં જે આહાર તૈયાર થઈ ગયો હોય અર્થાત્ અગ્નિ ઉપરથી ઉતારી લીધો હોય, તે આહાર લેવો કહ્યું છે અને જે આહાર પ્રતિસાધારીના આગમન પછી તૈયાર થયો હોય અર્થાતુ પ્રતિમા ધારીના આવ્યા પછી અગ્નિ ઉપરથી આહાર ઉતારેલો હોય, તો તે લેવો કલ્પતો નથી.
ગૃહસ્થના ઘરમાં ભોજન-પાણી (ભિક્ષા) માટે પ્રવેશ કરે ત્યારે તેણે આ રીતે બોલવું જોઈએ કેપ્રતિમાધારી શ્રમણોપાસકને ભિક્ષા આપો. આ પ્રકારની ચર્યાથી વિચરતાં જોઈને કોઈ તેને પૂછે કે પ્રશ્નહે આયુષ્યમાન ! તમે કોણ છો? ઉત્તર- હું પ્રતિમાધારી શ્રમણોપાસક છું, તે રીતે તેણે કહેવું જોઈએ. આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતાં તે જઘન્ય એક, બે કે ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ અગિયાર મહિના સુધી વિચરણ કરે છે, આ અગિયારમી ઉપાસક પ્રતિમા છે. સ્થવિર ભગવંતોએ આ અગિયાર ઉપાસક