________________
દશા-૫
૪૧ ]
પ્રસ્તુત સૂત્ર જે અંગ શાસ્ત્રમાંથી ઉદ્ધત કરવામાં આવ્યું હોય, તે અંગ સૂત્રમાંથી આ ઉત્થાનિકા લેવામાં આવી હોય, તેમ અનુમાન કરી શકાય છે. ચિત્ત સમાધિના દસ સ્થાન :| ३ |१. धम्मचिंता वा से असमुप्पण्णपुव्वा समुप्पज्जेज्जा, सव्वं धम्म जाणित्तए । २. सण्णिजाइसरणेणं सण्णिणाणं वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, अप्पणो पोराणियं जाइं सुमरित्तए । ३. सुमिणदसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, अहातच्चं सुमिणं पासित्तए । ४. देवदंसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, दिव्वं देवढि दिव्वं देवजुई दिव्वं देवाणुभावं पासित्तए । ५. ओहिणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, ओहिणा लोगं जाणित्तए । ६. ओहिदसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, ओहिणा लोयं पासित्तए । ७.मणपज्जवणाणे वा असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा अंतो मणुस्सखेत्तेसु अड्डाइज्जेसु दीवसमुद्देसु सण्णीणं पंचिंदियाणं पज्जत्तगाणं मणोगए भावे जाणित्तए। ८. केवलणाणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, केवलकप्पं लोयालोयं जाणित्तए । ९. केवलदसणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा, केवलकप्पं लोयालोयं पासित्तए । १०. केवलमरणे वा से असमुप्पण्णपुव्वे समुप्पज्जेज्जा सव्वदुक्खपहीणाए। ભાવાર્થ - તે ચિત્ત સમાધિના દસ સ્થાન આ પ્રમાણે છે(૧) પૂર્વે અનુત્પન્ન(પહેલાં ક્યારે ય ઉત્પન્ન થયું નથી તેવું) ધર્મ ચિંતન-ધર્મ ભાવના ઉત્પન્ન થાય છે, ત્યારે ધર્મના સ્વરૂપને જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે. (૨) પૂર્વે અનુત્પન્ન સંજ્ઞી ભવની સ્મૃતિ(સ્મરણ) કરાવતું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે પોતાના સંજ્ઞી પંચેન્દ્રિયપણાના પૂર્વ ભવોને જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે. (૩) સ્વપ્ન દર્શનમાં પૂર્વે ક્યારેય નહીં જોયેલા વિશિષ્ટ યથાર્થ સ્વપ્ન જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. (૪) પૂર્વે ક્યારેય દર્શન નહીં થયેલા દેવ દર્શન (દવોના સાક્ષાત્કાર)થી, દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ(દેવ પ્રભાવ) જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. (પ-૮)પૂર્વે અનુત્પન્ન અવધિજ્ઞાન-અવધિદર્શન ઉત્પન્ન થાય, ત્યારે તે અવધિજ્ઞાન-અવધિદર્શનથી રૂપી પદાર્થોને જાણીને-જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે. (૭) પૂર્વે અનુત્પન્ન મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે મનુષ્ય ક્ષેત્રમાં એટલે અઢીદ્વીપ સમુદ્રમાં રહેલા પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને (વિચારોને) જાણીને ચિત્ત સમાધિસ્થ બને છે. (૮૯) પૂર્વે અનુત્પન્ન કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય, ત્યારે સંપૂર્ણ લોકાલોકને જાણીને જોઈને ચિત્ત સમાધિસ્થ બને છે.