________________
દશા-૫
|
૩૯ |
ભગવાને ધર્મનું નિરૂપણ કર્યું, ધર્મદેશના સાંભળ્યા પછી પરિષદ પાછી ફરી. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાધુઓ અને સાધ્વીઓને “હે આર્યો !' આ પ્રમાણે સંબોધન કરીને કહ્યું –
જે સાધુ અને સાધ્વીઓ ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આયાણ ભંડ-માત્ર-નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર-પ્રશ્રવણ-ખેલ-સિંઘાણ-જલ્લ પરિષ્ઠાપનાસમિતિનું પાલન કરે છે. મન સમિતિ, વચન સમતિ, કાય સમિતિ; મનગુપ્તિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિથી ગુપ્ત હોય છે, જે ગુપ્તેન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, આત્માર્થી, આત્માનું હિત કરનાર, આત્મયોગી, આત્મપરાક્રમી, પાક્ષિક પૌષધોમાં સમાધિને પ્રાપ્ત અને શુભધ્યાન કરનાર છે. તેઓને અપૂર્વ(પૂર્વે અપ્રાપ્ત) ચિત્તસમાધિના દશસ્થાન પ્રાપ્ત થાય છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રમાં ચિત્ત સમાધિના સ્થાન આદિના ઉપદેશના સ્થાન રૂ૫ નગરીનું અતિદેશાત્મક વર્ણન અને ચિત્ત સમાધિને પ્રાપ્ત કરતાં સાધુઓના વિશિષ્ટ ગુણોનું કથન છે. चित्तसमाहिठाणं:-चित्तं-अंत:करण विशेषस्तस्य समाधिः समाधानं चित्त समाधिः, प्रशस्त ભવઃ તલ્થ સ્થાનાનિ જાનિ | અંત:કરણને ચિત્ત કહે છે, તેના સમાધાન એટલે પ્રશસ્ત ભાવને સમાધિ કહે છે. આચિત્ત સમાધિના કારણોને સ્થાન કહે છે અર્થાતુ આત્માના પ્રશસ્ત પરિણામની પ્રાપ્તિના કારણોને ચિત્ત સમાધિના સ્થાન કહે છે.
ભગવાને ચંપાનગરીમાં ચિત્ત સમાધિના દસ સ્થાનોનું નિરૂપણ કર્યું છે. પ્રસ્તુત સૂત્રમાં ચિત્ત સમાધિને પ્રાપ્ત કરનાર સાધુ-સાધ્વીઓના કેટલાક વિશિષ્ટ ગુણોનું વર્ણન છે, યથા–
વાનિયાં - ઈર્યાસમિતિવાન. રિયા – ગમન કરવું, સમિતિ-સાવધાનીપૂર્વક, સમ્યગુ રીતે યતનાપૂર્વક. છકાય જીવોની રક્ષા માટે ધોંસર પ્રમાણ (સાડા ત્રણ હાથ) ભૂમિને જોઈને ચાલનારા. માંસામય – ભાષા સમિતિવાન. સાવધ-પાપકારી ભાષાને છોડીને વિવેકપૂર્વક નિરવદ્ય-નિર્દોષ વચનો બોલનારા. પરીમિયા – એષણા સમિતિવાન. એષણા – ગવેષણા-શોધ કરવી. બેંતાલીસ દોષ રહિત શુદ્ધ-નિર્દોષ આહારની શોધ કરીને, તેને ગ્રહણ કરનારા. આયા-કંમત્ત-બિહેવામિયા - આદાન-ભંડ-માત્ર-નિક્ષેપણા સમિતિવાન. આદાનગ્રહણ કરવું, ભંડ-પાત્ર, માત્ર-માત્રક પાત્ર, નિક્ષેપણા – મૂકવું. સમ્યક્ પ્રકારે પ્રતિલેખન–પ્રમાર્જન કરીને ભંડોપકરણોને લેનારા-મૂકનારા. ૩ર-
પવન--સિંધા-નપરિકૂવથા સમિયા - ઉચ્ચાર-પ્રશ્રવણ-ખેલસિંઘાણ-જલ્લ પરિષ્ઠાપના સમિતિવાન.વડીનીત, લઘુનીત, કફ, મેલ, નાકની લીંટને યતનાપૂર્વક પરઠનારા. મળકિયાષ :- મન સમિતિવાન. અકુશલ મનનો-મનના વિચારોનો ત્યાગ કરીને કુશલ મનની પ્રાપ્તિ કરનારા, મનની શુદ્ધિ માટે પ્રવૃત્ત થનારા. વયનિયા - વચન સમિતિવાન. મૃષા, કઠોર, પાપકારી વચનોનો પરિહાર કરીને સમ્યક, સત્યકારી, પ્રિયકારી વચનો બોલનારા.