________________
| દશા-૪
૩૫ ]
ભાવાર્થ :- પ્રશ્ન- ભાર પ્રત્યારોહણતા વિનયના કેટલા પ્રકાર છે? ઉત્તર- ભારપ્રત્યારોહણતા વિનયના ચાર પ્રકાર છે, જેમકે –
(૧) અસંગ્રહિત-સંગૃહિત ભાર પ્રત્યારોહણતા- ભાર પ્રત્યારોહક અર્થાત્ ગુરુએ જેને ગચ્છના કાર્યનો ભાર સોંપ્યો હોય, તે સાધુએ અસંગૃહિત– ગચ્છમાંથી નીકળી ગયેલા સાધુને પુનઃ ગચ્છમાં સંગૃહિત (સંગ્રહ) કરવા. (૨) શૈક્ષ આચાર ગોચર સંગૃહિતતા ભારપ્રત્યારોહણતા- શૈક્ષ- નૂતન દીક્ષિત શિષ્યોને આચાર-ગોચર અર્થાત્ સંયમની વિધિ શીખવાડવી તથા શુદ્ધ આચાર, પાલનમાં સહાયક થવું, (૩) સાધર્મિક ગ્લાન સાધુ વૈયાવચ્ચ ભારપ્રત્યારોહણતા- સાધર્મિક રોગી સાધુઓની યથાશક્તિ વૈયાવચ્ચ માટે તત્પર રહેવું, (૪) સાધર્મિક કલેશ નિવારણ ભારપ્રત્યારોહણતા- સાધર્મિકોમાં પરસ્પર કલહ ઉત્પન્ન થાય, તો રાગ-દ્વેષનો પરિત્યાગ કરીને, કોઈનો પક્ષ ગ્રહણ ન કરતાં મધ્યસ્થ ભાવ રાખવો અને સમ્યક વ્યવહારનું પાલન કરતાં તે કલહના ક્ષમાપન અને ઉપશમ માટે હંમેશા તત્પર રહેવું. સાધર્મિકોમાં બોલાચાલી ન થાય, ઝંઝટ ન થાય, કલહ, કષાય, તૂ તા ન થાય, તેનો વિચાર કરવો. સાધર્મિક સાધુઓ, સંયમબહુલ, સંવરબહુલ, સમાધિબહુલ બની અપ્રમત્ત થઈ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરે, તેવી ભાવના રાખવી, તે ભારપ્રત્યારોહણતા વિનય છે.
આ પ્રમાણે સ્થવિર ભગવંતોએ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં આઠ સંપદાથી શોભતા ગણિ અને ગણ પ્રત્યે શિષ્યના ચાર પ્રમુખ કર્તવ્યોનું વર્ણન છે. ગચ્છનું સંચાલન કરવામાં, ગચ્છના સર્વ સાધુઓની વ્યવસ્થામાં, ગચ્છના સર્વાગી વિકાસમાં ગણનાયકને સહાયક બનવું, તે શિષ્યનું પરમ કર્તવ્ય છે.
સૂત્રકારે શિષ્યના ચાર મુખ્ય કર્તવ્યોનું કથન કર્યું છે. (૧) ઉપકરણ ઉત્પાદન – ઉપકરણોની ગવેષણ અને સંરક્ષણમાં કુશળતા પ્રાપ્ત કરવી. તેના ચાર પ્રકાર છે. (૧) જે ઉપકરણો પૂર્વે અપ્રાપ્ત હોય અને વર્તમાનમાં પણ મળવા દુર્લભ હોય, તેવા આવશ્યક વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણો ગવેષણા કરીને મેળવવા. (૨) મેળવેલા ઉપકરણોને સુરક્ષિત રાખવા. જીર્ણ ઉપકરણોનું સમારકામ કરીને, સીવીને રક્ષણ કરવું. દિવસમાં બે વાર પ્રતિલેખન કરી રક્ષણ કરવું. ઉપકરણોને એક સ્થાનમાં મૂકી રાખવાથી તેમાં જીવોત્પત્તિ થાય છે અને તેથી સંયમની વિરાધના થાય છે માટે પ્રતિલેખનાદિ દ્વારા ઉપકરણોનું સંરક્ષણ કરવું (૩) પરીત–ઉપકરણની ન્યૂનતા(અલ્પતા) જાણીને, યાચના દ્વારા તે તે ઉપકરણો પ્રાપ્ત કરીને, તેની પૂર્તિ કરવી. અન્ય ગચ્છમાંથી અધ્યયન આદિ માટે આવેલા સાધુઓ પાસે અથવા સમાન સમાચારીવાળા અન્ય મુનિઓ પાસે ઉપકરણ અલ્પ હોય તો જેને જે ઉપધિની આવશ્યકતા હોય તેને તે ઉપધિ આપવી. (૪) સહવર્તી સર્વ સાધુઓને યથાયોગ્ય વિભાગ કરી ઉપધિ આપવી અથવા જેને યોગ્ય જે ઉપધિ હોય તેને તે આપવી. (૨) સહાયક થવું - ગણિ–ગણને અનુકૂળ રહીને સહાયક બનવું, તેના ચાર પ્રકાર છે– (૧) ગુરુજનોને અનુકુળ અને હિતકારી વચન બોલવા. તેના આદેશ કે નિર્દેશનો ‘તહત્તિ'– જેવી આપની આજ્ઞા, તેમ કહીને સવિનય સ્વીકાર કરવો. (૨) બેસવું, બોલવું, ઊભા રહેવું, હાથ અને પગ આદિ અંગોપાંગોનું સંચાલન વગેરે કાયાની બધી પ્રવૃત્તિઓ ગુરુને અનુકૂળ રહે તેમ કરવી. એક પણ પ્રવૃત્તિ ગુરુજનોને