________________
૨૫૨
શ્રીવ્યવહાર સૂત્ર
अणुपरिहारिएणं कीरमाणं वेयावडियं साइज्जेज्जा, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया ।
ભાવાર્થ :- • પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો બીમાર થઈને કોઈ અકૃત્યસ્થાનની પ્રતિસેવના કરે અને તેની આલોચના કરે તો તે પરિહારતપ કરવામાં સમર્થ હોય તો આચાર્ય આદિ તેને પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્ત આપે અને તેની આવશ્યક સેવા કરાવે.
જો તે સમર્થ ન હોય તો આચાર્યાદિ તેની સેવાને માટે અનુપારિહારિક સાધુને નિયુક્ત કરે. જો તે પારિહારિક સાધુ સબળ હોવા છતાં પણ અનુપારિહારિક સાધુ પાસે વૈયાવચ્ચ કરાવે તો તેનું પ્રાયશ્ચિત્ત પૂર્વ પ્રાયશ્ચિત્ત સાથે આરોપિત કરે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વિચરણ કરનાર બે અથવા બે થી અધિક સાધર્મિક સાધુઓને સ્વતઃ પરિહારતપ વહન કરવાનું વિધાન છે. ઉદ્દેશક-૧માં પરિહારતપ પ્રાયશ્ચિત્તનું પ્રમાણ તેના વૈયાવચ્ચની વ્યવસ્થા આદિનું વિધાન છે અને બૃહદકલ્પ ઉ. ૪, સૂત્ર–૩૧ માં આચાર્યાદિના નેતૃત્વમાં પરિહારતપ વહન કરવાની વિધિનું વર્ણન છે.
સાથે વિચરણ કરનાર બે સાધર્મિક સાધુ જો ગીતાર્થ હોય અને આચાર્ય આદિથી દૂર કોઈ ક્ષેત્રમાં વિચરણ કરી રહ્યા હોય અને તેમાંથી એક કોઈ સાધુને દોષની શુદ્ધિ માટે પરિહારતપ વહન કરવાનું હોય તો બીજા ગીતાર્થ અનુપારિહારિક સાધુ તેના કલ્પાક અર્થાત્ પ્રમુખ બને છે અને તેની નિશ્રામાં તે પરિહારતપ વહન કરી શકે છે.
જો બન્નેએ એક સાથે દોષ સેવન કર્યું હોય અને બંનેને પરિહારતપ વહન કરવાનું હોય તો એક સાધુનું તપ પૂર્ણ થયા પછી બીજા સાધુ તપ વહન કરી શકે છે અર્થાત્ બન્ને એક સાથે પરિહારતપ કરી શકતા નથી કારણ કે એકને કલ્પાક અથવા અનુપારિહારિક રહેવું આવશ્યક હોય છે.
અનેક સાધર્મિક સાધુ વિચરણ કરી રહ્યા હોય તો તેમાંથી એક અથવા અનેકને પરિહારતપ વહન કરવાનું હોય, તો એકને કલ્પાક-અગ્રણી તરીકે સ્થાપિત કરીને બાકી બધા સાધુ પરિહારતપ વહન કરી શકે છે. જો કોઈ પારિહારિક સાધુ રુગ્ણ હોય અને તેણે કોઈ દોષનું સેવન હોય તો એ દોષ સબંધી પ્રાયશ્ચિત્તની આરોપણા પૂર્વ તપમાં કરી દેવી જોઈએ. જો તેનામાં તપ વહન કરવાની શક્તિ ન હોય તો તે થોડા દિવસ માટે તપ કરવું છોડી દે અને સશક્ત થયા પછી તે પ્રાયશ્ચિત્ત વહન કરીને પૂર્ણ કરી લે.
જો તે પારિહારિક સાધુ સામાન્ય રુગ્ણ હોય, તેણે પારિહારિક તપના સમય દરમ્યાન અન્ય દોષનું સેવન કર્યું હોય અને અનુપાહારિક દ્વારા સેવા કરવાથી તપ વહન કરી શકતા હોય તો પૂર્વતપની સાથે પુનઃ પ્રાપ્ત પ્રાયશ્ચિત્ત આરોપિત્ત કરી દેવું જોઈએ અને તેની યથાયોગ્ય સેવા કરાવવી જોઈએ. તે દરમ્યાન જો રુગ્ણ સાધુ સ્વસ્થ અથવા સશક્ત થઈ જાય તો તેણે સેવા ન કરાવવી જોઈએ. સ્વસ્થ અને સશક્ત થયા પછી પણ જો તે સેવા કરાવે તો તેનું પણ તેને પ્રાયશ્ચિત્ત આવે છે, કારણ કે પરિહારતપ કરનાર સાધુ ઉત્સર્ગ વિધિથી કોઈનો સહયોગ અને સેવા લઈ શકતા નથી.
સંક્ષેપમાં સાધુએ પોતાના પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપનું વહન શીવ્રતાથી પૂર્ણ કરવું જોઈએ અને