________________
૨૫૦
શ્રીવ્યવહાર સત્ર
ઉદ્દેશક-ર | પ્રાક્કથન છROROCROROCROROR
* આ ઉદ્દેશકમાં મુખ્યત્વે પરિહારતપ સંબંધી વિધિ-વિધાનો, ગ્લાન સાધુની સેવા, એકપક્ષીય સાધુની આચાર્ય કે ઉપાધ્યાય તરીકે નિયુક્તિ તથા પારિવારિક-અપારિવારિક સાધુઓનો પરસ્પરનો વ્યવહાર, વગેરે વિષયોનું કથન છે. * આચાર્યોની અનુપસ્થિતિમાં બે કે બેથી અધિક સાથે વિચરતાં સાધુઓમાં એક કે અનેક સાધુઓ દોષસેવન કરે, ત્યારે તેની પ્રાયશ્ચિત્ત માટે એક સાધુ અનુપારિવારિક રહે અને શેષ સાધુઓ પરિહારતપનું વહન કરે છે. * પારિવારિક સાધુ; પ્રાયશ્ચિત્તનું વહન કરતા સાધુ, ઉન્મત્ત સાધુ વગેરે રોગથી પીડિત થાય ત્યારે સહવર્તી સાધુઓએ અગ્લાન ભાવે તેની સેવા કરવી જોઈએ. ગ્લાન સાધુને ગણથી પૃથક કરવા, તે યોગ્ય નથી. ગ્લાન સાધુની સેવાથી સંયમ માર્ગની અનુમોદના તથા શાસનની શાન વધે છે. * નવમા અને દશમા પ્રાયશ્ચિત્તનું વહન કરનારા સાધુને એકવાર ગૃહસ્થવેશ ધારણ કરાવ્યા પછી જ ચારિત્રનું ઉપસ્થાન કરવું જોઈએ તેમ છતાં ક્યારેક અપવાદ માર્ગે ગચ્છ પ્રમુખ સ્વતંત્ર નિર્ણય લઈ શકે
+ સાથે વિચરણ કરતાં સાધુઓ કોઈ પણ કારણથી પરસ્પર એકબીજા પર દોષારોપણ કરે ત્યારે ગીતાર્થ સાધુ બંને સાધુઓની વાત સાંભળીને, જાણીને પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરે. * એક જ ગુરુ પાસે વાંચના લીધેલા શ્રતથી એકપક્ષીય સાધુ અને એક જ ગણમાં રહેતા પ્રવ્રજ્યાથી એકપક્ષીય સાધુને જ આચાર્ય-ઉપાધ્યાયનું પદ પ્રદાન કરવામાં આવે છે. * સામાન્ય રીતે પારિવારિક-અપારિહારિક સાધુઓમાં પરસ્પર આહાર-પાણીનો વ્યવહાર હોતો નથી, વિશિષ્ટ પરિસ્થિતિમાં પરસ્પર એકબીજા માટે આહાર-પાણી લાવી શકે છે પરંતુ સાથે વાપરી શકતા નથી. તેઓ પોત-પોતાના પાત્રમાં આહાર ગ્રહણ કરીને સ્વતંત્ર રીતે વાપરે છે. આ જ સાધુઓનો આચાર