________________
૨૪૮ |
શ્રીવ્યવહાર સૂત્ર
અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખી, હાથ જોડીને, મસ્તકથી આવર્તનપૂર્વક અંજલિ કરીને આ પ્રમાણે બોલે– હે પ્રભો ! “મારા આટલા દોષ છે અને મેં આટલીવાર આ દોષોનું સેવન કર્યુ છે,’ આ પ્રમાણે બોલીને અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનની સમક્ષ આલોચના કરે થાવ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં આલોચના કરવા યોગ્ય સુપાત્ર વ્યક્તિઓના ક્રમનો નિર્દેશ છે. સંયમસાધના કરતા પરિસ્થિતિવશ અથવા પ્રમાદવશ કયારેક શ્રમણધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન કે અકૃત્યસ્થાનનું આચરણ થઈ જાય તો તરત જ અપ્રમત્તભાવથી આલોચના કરવી, તે સંયમજીવનનું આવશ્યક અંગ છે. તે આત્યંતર તપરૂપ પ્રાયશ્ચિતનો પ્રથમભેદ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨માં આલોચનાનું ફળ બતાવતા કહ્યું છે કે આલોચક પોતાના દોષોની આલોચના કરી શલ્યોને, મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનાર દોષોને અને અનંત સંસારની વૃદ્ધિ કરનારા કર્મોને આત્માથી જુદા કરે છે.
શ્રી ઠાણાંગ સૂત્રમાં આલોચના કરનારા અને આલોચના સાંભળનારા તે બંનેના દશ-દશ ગુણોનું કથન છે. આગમોક્ત ગુણોથી સંપન્ન વ્યક્તિ પાસે જ આલોચના કરવાથી, તેની આરાધના સફળ થાય છે.
પ્રસ્તુત સુત્રમાં આલોચના કોની સમક્ષ કરવી જોઈએ તેનો ક્રમ પ્રદર્શિત કર્યો છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ ક્રમથી આલોચના કરવી જોઈએ. વ્યુત્ક્રમથી આલોચના કરનારને માટે ભાષ્યમાં ગુરુચૌમાસી તથા લઘુચૌમાસી પ્રાયશ્ચિત્તનું કથન છે. આલોચનાનો કમ :- (૧) આલોચના કરવા ઇચ્છતા સાધુએ સર્વપ્રથમ પોતાના આચાર્ય અથવા ઉપાધ્યાયની પાસે આલોચના કરવી જોઈએ. (૨) જો આચાર્ય, ઉપાધ્યાયનો યોગ ન થાય અર્થાત્ તે રુણ હોય, દૂર હોય તથા સ્વયંનું આયુષ્ય અલ્પ જણાય તો પરસ્પર આહારના આદાન-પ્રદાનરૂપ વ્યવહાર જેઓની સાથે કરવામાં આવતો હોય તેવા સાંભોગિક સાધુની પાસે આલોચના કરવી જોઈએ. તે સાંભોગિક સાધુ પણ આલોચના સાંભળવાના ગુણોથી સુસંપન્ન તથા બહુશ્રુત-છેદસૂત્રોમાં પારંગત તથા અનેક સૂત્રો તથા અર્થના જાણકાર હોવા જરૂરી છે. (૩) ઉક્ત યોગ્યતા સંપન્ન સાંભોગિક સાધુ ન હોય તો અસાંભોગિક (એક મંડળમાં સાથે બેસીને આહાર ન કરનારા) બહુશ્રુત આદિ યોગ્યતા સંપન્ન સાધુની સમક્ષ આલોચના કરવી જોઈએ. (૪) જો આચારસંપન્ન અસાંભોગિક સાધુ પણ ન હોય તો સમાન લિંગવાળા બહુશ્રુત આદિ ગુણોથી સંપન્ન સાધુની પાસે આલોચના કરવી જોઈએ. (૫) ઉક્ત ભિક્ષુ પણ ન મળે તો જે સંયમ છોડીને શ્રાવકપણાનું પાલન કરી રહ્યા હોય, તેમ છતાં બહુશ્રુત આદિ ગુણોથી સંપન્ન હોય, તેની પાસે આલોચના કરી શકાય છે. (૬) જો તેવા શ્રાવકો પણ ન હોય, તો સમ્યકરૂપે જિનપ્રવચનમાં ભાવિત સમ્યગદષ્ટિ અથવા સમભાવી, સૌમ્ય પ્રકૃતિવાળા, સમજદાર વ્યક્તિ હોય, તેની પાસે આલોચના કરવી જોઈએ. (૭) કયારેક તેવી વ્યક્તિ પણ ન મળે તો ગ્રામ આદિની બહાર નિર્જન સ્થાનમાં મોટા અવાજે અરિહંતો અથવા સિદ્ધોને સ્મૃતિમાં રાખી આલોચના કરવી જોઈએ અને સ્વયં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઈએ. છેલ્લા બંને વિકલ્પ ગીતાર્થ સાધુને માટે સમજવા જોઈએ કારણ કે અગીતાર્થ સાધુ સ્વયં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવા માટે અયોગ્ય હોય છે.
અન્ય વ્યક્તિ પાસે પોતાના દોષનું પ્રગટીકરણ થાય, ત્યારે યથાર્થ રીતે આલોચના થાય છે, તે દોષ પ્રતિ ખેદ અને પ્રાયશ્ચિત્તનો ભાવ અધિકતમ થાય છે. તેમ જ તે દોષોનું પુનરાવર્તન ન થાય તેનું લક્ષ વિશેષ રહે છે. આ રીતે દોષમુક્તિ શીધ્ર થાય છે.