________________
| ઉદ્દેશક-૧
[ ૨૪૩]
विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थियाइ त्थ केइसेसे, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને પાર્થસ્થ વિહાર ચર્યાથી વિચરતાં હોય, તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય અને તેનામાં ચારિત્ર પર્યાયોના કાંઈક અંશો હજુ વિદ્યમાન હોય તો પાશ્વસ્થચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી દોષને અનુરૂપ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્ત આપીને તેને ગણમાં દાખલ કરવામાં આવે છે. | २७ भिक्खू य गणाओ अववकम्म अहाछंदविहार(पडिम उवसंपज्जित्ताण) विहरेज्जा, से य इच्छेज्जा दोच्च पि तमेव गणं उवसंपज्जित्ताणं, विहरित्तए, अत्थियाइ त्थ केइसेसे, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને યથાણંદ વિહાર ચર્યાથી વિચરતાં હોય તેને પુનઃ ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય અને તેનામાં ચારિત્ર પર્યાયોના કાંઈમ અંશો હજુ વિદ્યમાન હોય તો યથાવૃંદ ચર્યા દરમ્યાન લાગેલા દોષોની પુનઃ આલોચના તથા પ્રતિક્રમણ કરાવી દોષને અનુરૂપ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્ત આપીને તેને ગણમાં લેવામાં આવે છે. | २८ भिक्खू य गणाओ अवक्कम कुसीलविहारं(पडिम उवसंपज्जित्ताणं) विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थियाइ त्थ केइसेसे, पुणो आलोएज्जा पुणो पडिक्कमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને કુશીલ વિહારચર્યાથી વિચરતાં હોય, તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય અને તેનામાં ચારિત્ર પર્યાયોના કાંઈક અંશો હજુ વિદ્યમાન હોય તો કશીલવિહારચર્યા દરમ્યાન લાગેલા દોષોની આલોચના તથા પ્રતિક્રમણ કરાવી દોષને અનુરૂપ દીક્ષા છેદ અથવા તારૂપ પ્રાયશ્ચિત્ત આપીને તેને ગણમાં લેવામાં આવે છે. | २९ भिक्खू य गणाओ अवक्कम्म ओसण्णविहार(पडिम उवसंपज्जित्ताण) विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, अत्थियाइ त्थ केइसेसे, पुणो आलोएज्जा पुणो पडिक्केमेज्जा पुणो छेय-परिहारस्स उवट्ठाएज्जा । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને ઓસન વિહારચર્યાથી વિચરતાં હોય, તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય અને તેનામાં ચારિત્ર પર્યાયોના કાંઈક અંશો હજુ વિદ્યમાન હોય તો ઓસન્ન વિહાર ચર્યા દરમ્યાન લાગેલા દોષોની પુનઃ આલોચના તથા પ્રતિક્રમણ કરાવી દોષને અનુરૂપ દીક્ષા છેદ અથવા તપરૂપ પ્રાયશ્ચિત્ત આપીને તેને ગણમાં લેવામાં આવે છે.