________________
| ઉદ્દેશક-૧
| २३१
अपलिउंचियं आलोएमाणस्स मासियं, पलिउंचियं आलोएमाणस्स दोमासियं । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર એક માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
७ जे भिक्खू बहुसोवि दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउचियं आलोएमाणस्स दोमासिय, पलिउचियं आलोएमाणस्स तेमासियं । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર બે માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત मावेछ. | ८ जे भिक्खू बहुसोवि तेमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स तेमासिय, पलिउचियं आलोएमाणस्स चाउम्मासियं। ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ત્રણ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. | ९ जे भिक्खू बहुसोवि चाउम्मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं। ભાવાર્થ:- જે સાધુ અનેકવાર ચાર માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે તેને ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. १० जे भिक्खू बहुसोवि पंचमासियं परिहारहाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स पंचमासियं, पलिउंचियं आलोएमाणस्स छम्मासियं। तेणं परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય પાપસ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તેને પાંચ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે, તેને છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત અથવા માયા રહિત આલોચના કરે, તો પણ તેને છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. |११ जे भिक्खू मासियं वा जाव पंचमासियं वा एएसिं परिहारट्ठाणाणं अण्णयर परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स मासियं वा जाव पंचमासियं वा, पलिउंचियं आलोएमाणस्स दो मासियं वा जाव छम्मासियं वा । तेण परं पलिउचिए वा अपलिउचिए वा ते चेव छम्मासा ।