________________
Th( 5.
મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, નપુંસક, દાસ આદિ વિષયક આક્ષેપ-આરોપ મૂકવાના દોષ સેવતા નહીં. જેમ કે- કોઈ સાધુને પગમાં કાંટો વાગ્યો હોય આસપાસના રહેલા કોઈ સાધુ કે કોઈ ભાઈ કાંટો કાઢી શકે તેમ ન હોય અને સાધ્વીને કાંટો કાઢતા આવડતો હોય, તો અપવાદ માર્ગે તે સાધ્વી સાધુનો કાંટો કાઢી શકે છે તે જોઈને નિંદા કરશો નહીં. સત્ય વસ્તુને ગંભીર બની વિચારવી પરંતુ વગર વિચાર્યું કાર્ય કરશો નહીં. અપવાદરૂપે કોઈ સાધ્વી ઉપરથી લપસીને પડી રહી હોય, ત્યારે તેને સહારો આપનાર બીજું કોઈ ન હોય, તો સાધુ તેને સહારો આપી બચાવી શકે છે. વગેરે જેવા કાર્ય ક્યારે કરાય, ક્યારે ન કરાય તેની સુંદર વિગત દર્શાવી વિકાર ભાવ રહિત પરસ્પર સંયમ રક્ષાની ભાવનાએ કાર્ય કરવું એમ કહી, સ્થવિર ભગવંતોએ મહા ઉપકાર કર્યો છે. આ છે તમારા શ્રમણ જીવનની રક્ષા પોટલી. તેને બહુ સારી રીતે સાચવીને, વાંચીને વર્તનમાં ઉતારી લેજો, તો નવો દેહ ધારણ કરવો નહીં પડે. બૃહત્કલ્પ સૂત્ર, રોગી કાયાને પલટાવી આરોગ્યમય કાયા કલ્પ કરે છે. આત્માને વિશુદ્ધ કરવા માટે કાયાકલ્પ મોક્ષનું સાધન બની શકે છે. વિકારના રોગથી મુક્ત બની નિર્વિકારી બનવાનો ઉપદેશ આપે છે. રોજ તેનો સ્વાધ્યાય કરી દોષથી ખરડાયેલા દેહ દેવાલયનું પ્રક્ષાલન કરજો એવો મારો હિતોપદેશ છે. તમારી રક્ષા કરવા આ શિલ્પીઓ સાથે જ રહેશે. તેમની પાસે જે સામગ્રી છે તેનાથી દોષિત છિદ્રને પાછા પૂરી તમારી પ્રતિમા અખંડ રાખશે. તેની રક્ષા કરશે ખંડિતને સાંધી દેશે.
ચાલો... હવે તમને ત્રીજા વર્ગમાં લઈ જાવ. ત્યાં તો મારે તમને ઉપદેશ આપતાં આપતાં વ્યવહારની પદ્ધતિ શીખવાડવી પડશે. જો કે બૃહત્કલ્પનું તે પૂરક શાસ્ત્ર છે. આચાર પાળતાં પ્રમાદવશાત્ આજ્ઞા ભૂલી દોષો ઉત્પન્ન થઈ જાય, આત્મ પ્રતિમાને સાફ કરવાનો આલોચનારૂપી સાબૂન અને પ્રાયશ્ચિત્તરૂપી પાણી ગુરુના આદેશાનુસાર લેવો જોઈએ. ગુરુદેવ પાસે કેમ ઉપસ્થિત થવું, કેવી રીતે બોલવું, બોલવાની સત્યતા, પ્રમાણિકતાનો વ્યવહાર કેવી રીતે કરાય તેની વિધિ તથા સંદેશ સંપૂટ આ વ્યવહાર સૂત્ર વર્ગમાં ભર્યા પડ્યા છે. તેના દસ ઉદ્દેશક છે. તે પૂર્ણ ચરણાનુયોગ છે, ચારિત્રનું પૂરક છે. આ સૂત્ર પણ સ્થવિર ભગવંતોએ વીતરાગ વાણી મુજબ તારવીને આપણા ઉપર ઉપકાર કરવા લિપિ બદ્ધ કર્યું છે. તેના દસ ઉદ્દેશકની સંક્ષિપ્ત માહિતી આપી તેનાથી તમોને માહિતગાર કરી દઉં છું. પછી આ ગ્રંથ તમને અર્પણ કરી દઈશ. આ પ્રમાણે સાધક વર્ગને ઉદ્દેશીને પ્રવચન કમારે વાર્તા આગળ ચલાવી.
44