________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. છેદ સૂત્રની ચિંતનપૂર્ણ પૃષ્ઠભૂમિ લગભગ બધા શાસ્ત્રોમાં અભિગમરૂપે અમારું મંતવ્ય આપ્યું છે, પરંતુ અહીં છેદ શાસ્ત્ર માટે અભિગમ ન કહેતા તેની પૃષ્ઠભૂમિનો વિચાર કર્યો છે.
છેદ શાસ્ત્રના સામાન્ય વક્તવ્ય જે આગમરૂપે પ્રણિત થયેલા છે, જેમાં માનવીય સહજ વૃત્તિઓના નિરોધ માટે કેટલુંક વિવૃત્ત વિવેચન છે. જેનું સામાન્ય જનતા વચ્ચે આલોકન થઈ શકે તેવું નથી. ફક્ત વ્યક્તિગત સાધુ કે સાધ્વીજીઓ પોતાના મનને કે રાગાદિ ક્રિયાઓને નિયંત્રિત કરે, તે માટે ઉદાહરણો આપીને વિવેચન કર્યું છે. જેથી નંબર એક તો આ શાસ્ત્રનું પ્રકાશન આમ જનતામાં આવશ્યક નથી. આ માટે સમાજમાં નાનો-મોટો મતભેદ પણ પ્રવર્તે છે, પરંતુ આપણા “ગુરુપ્રાણ આગમ પ્રકાશન ટ્રસ્ટે’ સળંગ બત્રીસ શાસ્ત્રોની પુષ્પમાળા ગૂંથીને તેમનું પ્રકાશન કરવાનો સંકલ્પ કર્યો હતો અને છેદ શાસ્ત્રના પ્રકાશન માટે વિચાર ભેદ ઉત્પન્ન થતા, આ બાબત અમને પણ પ્રેરિત કર્યા હતા. તો અમોએ યુક્ત રીતે મધ્યમ માર્ગથી પ્રકાશન કરવા માટે સમ્મતિ આપી અને આજે આ શાસ્ત્ર પ્રકાશિત થઈ રહ્યું છે. તો તે બાબત અમોને અમારા ચિંતનના આધારે ફક્ત તેમની પૃષ્ઠભૂમિ જ કહેવાનું યોગ્ય લાગ્યું છે.
લાગે છે કે– આજથી બે, ચાર હજાર વર્ષ પહેલા સમાજમાં સ્ત્રી-પુરુષોના સંબંધ વિશે માણસો વધારે ઉત્સુક ન હતા, સામાન્ય જનતા ભોગાત્મક ક્રિયાથી સંતોષ મેળવતી અને તે બાબતના સંસ્કારો વધારે દઢમૂલ હતા. મનુષ્ય જ્યારે સાક્ષાત્ ભોગનું નિમિત્ત ન હોય ત્યારે કેટલીક કુચેષ્ટાઓથી મનની વાસનાઓને તૃપ્ત કરતા. આ પ્રકારના માનવ સમાજમાંથી સહજ પ્રેરણા મળતા કેટલાક ભવ્ય જીવો ત્યાગ માર્ગમાં જોડાઈ સાધુ જીવન સ્વીકાર કરતા. સાધુ જીવનનો સ્વીકાર કર્યા પછી પણ સામાન્ય કુટેવથી મનુષ્ય આક્રાંત થતો રહેતો અને જો આ કુચેષ્ટાઓને પ્રબળ રીતે સમજાવીને રોકવામાં ન આવે કે તેનું દંડાત્મક(સજારૂપે) પ્રાયશ્ચિત્ત આપવામાં ન આવે, તો તેમનું મન સ્થિર ન થઈ શકે, તે સ્વાભાવિક છે. જેથી આપ્યું છેદશાસ્ત્ર ઠેર-ઠેર જ્યાં જરૂર લાગી ત્યાં બીજા વિષયોની સાથે આવી કુચેષ્ટાઓનું ખુલ્લું વિવરણ આપી દંડાત્મક વિધાન કરે છે.
જૈન સંસ્કૃતિનો ભગવાન મહાવીર સ્વામીના સમયનો કાળ, એક મોટો પરિવર્તન
23 ON