________________
૩૮૦ ]
શ્રીવ્યવહાર સૂત્ર
વિમાન પ્રવિભક્તિમાં તે જ વિમાનોનું વિસ્તૃત વર્ણન છે. અંગચૂલિકા-ઉપાસકદશા આદિ પાંચ આગમોની ચૂલિકા અથવા નિરયાવલિકા સૂત્રને પણ અંગચૂલિકા કહે છે. વર્ગલિકા- મહાકલ્પ સૂત્રની ચૂલિકા. વિવાહ ચૂલિકા- વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્રની ચૂલિકા. અરુણોપપાત થી વેલંધરોપપાત સુધીના અધ્યયનોમાં તે તે નામવાળા દેવોના ઉપપાત આદિ તથા ઋદ્ધિનું વર્ણન છે. જે શ્રમણ તે તે દેવોનું મનમાં ચિંતન કરીને તે અધ્યયનોનું પરાવર્તન કરે ત્યારે તે દેવો પ્રસન્ન થઈને પ્રગટ થાય છે. વિવિધ પ્રકારે દિવ્યતા ફેલાવે છે.
ઉત્થાન શ્રત- કોઈ શ્રમણ એકાગ્ર ચિત્તે તે સુત્રનું પરાવર્તન કરે ત્યારે તે ગ્રામ આદિમાં ઉદ્વેગ ઉત્પન્ન થાય છે અને સમુત્થાન શ્રુતનું પરાવર્તન કરે ત્યારે સર્વનું ચિત્ત સ્વસ્થ થઈ જાય છે.
દેવેન્દ્રોપપાત–નાગોપપાતના અધ્યયનના પરાવર્તનથી દેવેન્દ્ર તથા નાગદેવ-ધરણેન્દ્ર પ્રગટ થઈને શ્રમણની પર્યાપાસના કરે છે. સ્વપ્નભાવના અધ્યયનમાં ૭ર પ્રકારના સ્વપ્નોના શુભાશુભ ફલનું કથન છે. ચારણ ભાવના અધ્યયનના અભ્યાસથી જંઘાચરણ અને વિદ્યાચારણ લબ્ધિ પ્રગટ થાય છે. તેજોનિસર્ગ અધ્યયનના પાઠથી તે સમયે શરીરમાંથી વિશેષ પ્રકારનું દિવ્ય તેજ-પ્રકાશ નીકળે છે. આશીવિષ ભાવના નામના અધ્યયનથી આશીવિષ લબ્ધિ, દષ્ટિ વિષ ભાવના અધ્યયનથી દષ્ટિ વિષ લબ્ધિ પ્રાપ્ત થાય છે. વૈયાવૃત્યના પ્રકાર:३९ दसविहे वेयावच्चे पण्णत्ते, तं जहा- आयरियवेयावच्चे, उवज्झाय वेयावच्चे, थेरवेयावच्चे, तवस्सिवेयावच्चे, सेहवेयावच्चे, गिलाणवेयावच्चे, साहम्मिय वेयावच्चे, कुलवेयावच्चे, गणवेयावच्चे, संघवेयावच्चे ।।
आयरिय-वेयावच्चं करेमाणे समणे णिग्गंथे महाणिज्जरे, महापज्जवसमाणे भवइ जाव संघ वेयावच्चं करेमाणे समणे णिग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवइ । ભાવાર્થ:- વૈયાવચ્ચના દશ પ્રકાર છે, જેમ કે– (૧) આચાર્ય વૈયાવચ્ચ (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ (૩) સ્થવિર વૈયાવચ્ચ (૪) તપસ્વી વૈયાવચ્ચ (૫) શૈક્ષ વૈયાવચ્ચ (૬) ગ્લાન વૈયાવચ્ચ (૭) સાધર્મિક વૈયાવચ્ચ (૮) કુળ-એક ગુરુની પરંપરાના સાધુઓની વૈયાવચ્ચ (૯) ગણ-અનેક કુલનો સમૂહ અર્થાત્ એક આચાર્યની પરંપરાના શિષ્ય સમુદાયની વૈયાવચ્ચ (૧૦) સંઘ-અનેક ગણના સમૂહની વૈયાવચ્ચ
આચાર્યની વૈયાવચ્ચ કરનારા શ્રમણ-નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા થાય છે વાવત સંઘની વૈયાવચ્ચ કરનાર શ્રમણ નિગ્રંથો મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૈયાવચ્ચના દશ પ્રકાર તથા તેના મહાફળનું કથન છે. વૈયાવચ્ચ - સેવા. તનથી, મનથી કે અન્ય પદાર્થો દ્વારા અન્યને અનુકૂળતા આપવી, બીજાને સહાયક થવું, તેને સેવા અથવા વૈયાવચ્ચ કહે છે. અન્ય કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના એક માત્ર સંયમ સાધનામાં સહાયક બનનાર સાધુ મહાનિર્જરા અને અંતે મહાપર્યવસાન-સર્વ કર્મોનો અંત કરે છે. પાત્રના ભેદથી વૈયાવચ્ચના દશ પ્રકાર છે.