________________
| ઉદ્દેશક-૧૦
૩૭ ]
“એ. આ રી' જેવો જોઈએ
છે–
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વ્યવહારના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વ્યવહારના પાંચ પ્રકાર છે, યથા- (૧) આગમ વ્યવહાર (૨) શ્રત વ્યવહાર (૩) આજ્ઞા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર અને (૫) જીત વ્યવહાર. આ પાંચ વ્યવહારોમાંથી જ્યારે, જ્યાં આગમ વ્યવહાર(કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દસપૂર્વ અથવા નવપૂર્વનું જ્ઞાન) હોય, ત્યારે ત્યાં તેણે આગમ વ્યવહારથી વ્યવહાર(પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ કાર્ય) કરવો જોઈએ. જ્યારે, જ્યાં આગમ વ્યવહાર ન હોય, ત્યાં શ્રત વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. જ્યારે, જ્યાં શ્રત ન હોય, ત્યાં આજ્ઞા વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. જો આજ્ઞા પણ ન હોય તો જે પ્રકારની ધારણા હોય, તે ધારણાથી વ્યવહાર કરવો જોઈએ. જ્યારે,
જ્યાં ધારણા પણ ન હોય, ત્યાં જીત વ્યવહારથી કાર્ય કરવું જોઈએ. આ રીતે ક્રમશઃ પાંચ પ્રકારના વ્યવહારથી વ્યવહાર કરવો જોઈએ, તે આ પ્રમાણે છે– આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત. આ વ્યવહારોમાંથી જ્યારે, જ્યાં જે વ્યવહાર હોય, તેનાથી કાર્ય કરવું જોઈએ.
પ્રશ્ન- હે ભગવન! આ પ્રકારના ક્રમનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ! શ્રમણોના વ્યવહારના નિર્ણયમાં તેમજ પ્રાયશ્ચિત્તમાં આગમ જ બલવાન છે. તેની બલવત્તાના કારણે જ તેને પ્રાથમિકતા આપી છે. આ પાંચ પ્રકારના વ્યવહારોમાંથી જે સમયે જે વ્યવહાર હોય, ત્યાં, તેનાથી અનિશ્રિતોપાશ્રિત એટલે રાગ દ્વેષ રહિત નિષ્પક્ષભાવથી યથાક્રમે પ્રમુખતા આપીને સમ્યક પ્રકારે વ્યવહાર કરતા શ્રમણ-નિગ્રંથ તીર્થકરોની આજ્ઞાના આરાધક થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને માટે જીવનમાં ઉપયોગી પંચવિધ વ્યવહારો તથા તેની મર્યાદાનું નિરૂપણ કર્યું છે. વિવારે :- વ્યવહાર. પ્રસ્તુત સૂત્રગત વ્યવહાર શબ્દના ત્રણ અર્થ થાય છે– (૧) પ્રાયશ્ચિત્તરૂપ વ્યવહાર (૨) સંયમ સંબંધી પ્રવૃત્તિ અને નિવૃત્તિના નિર્ણયરૂપ વ્યવહાર. (૩) વિવાદાસ્પદ આગમ તત્ત્વોના નિર્ણયરૂપ વ્યવહાર. (૧) આગમ વ્યવહાર - જેનાથી વસ્તુ તત્ત્વનું યથાર્થ જ્ઞાન થાય, તેને “આગમ' કહે છે. પ્રસ્તુત પ્રસંગમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દસપૂર્વ અને નવપૂર્વના જ્ઞાનનો સમાવેશ આગમમાં કર્યો છે. તે આગમજ્ઞાનથી સંયમી જીવનની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારના નિર્ણયને આગમ વ્યવહાર કહે છે. (૨) શ્રત વ્યવહાર :- ઉપરોક્ત આગમ જ્ઞાન સિવાયના આચાર પ્રકલ્પ આદિ અગિયાર અંગશાસ્ત્ર તથા આઠ પૂર્વ સુધીના જ્ઞાનને અહીં “શ્રુત'માં સમાવિષ્ટ કર્યા છે. શ્રુતથી પ્રવર્તિત વ્યવહારના નિર્ણયને શ્રત વ્યવહાર કહે છે. નવ, દસ અને ચૌદ પૂર્વનું જ્ઞાન પણ ધૃતરૂપ જ છે પરંતુ તે અતીન્દ્રિય અર્થ વિષયક વિશિષ્ટ જ્ઞાનનું કારણ હોવાથી તેનો સમાવેશ પ્રસ્તુત આગમમાં કર્યો છે. તે સિવાયનું જ્ઞાન શ્રુત કહેવાય છે. (૩) આશા વ્યવહાર :- આગમ અને શ્રુતના અભાવમાં દૂરસ્થિત ગીતાર્થ સાધુની આજ્ઞાથી કોઈ તત્ત્વનો કે પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરવો તે “આજ્ઞા વ્યવહાર” કહેવાય છે. તે માટે વ્યાખ્યા-ગ્રંથોમાં આ પ્રમાણે સમજાવ્યું છે, યથા– બે ગીતાર્થ સાધુ પૃથક્ દેશમાં વિચારી રહ્યા હોય, તેમાંથી એકનું જંઘાબળ ક્ષીણ થઈ જવાથી વિહાર કરવામાં અસમર્થ હોય, તે દૂરસ્થ ગીતાર્થ સાધુની પાસે અગીતાર્થ સાધુના માધ્યમથી પોતાના દોષની આલોચના આગમની સાંકેતિક ગૂઢ ભાષામાં કહીને અથવા લખીને મોકલે છે