________________
પ્રાથના
૩૫૯ ]
| ઉદેશક-૧૦ | પ્રાક્કથન છRORDRORROROR
આ અધ્યયનમાં ચંદ્ર પ્રતિમા, પાંચ પ્રકારના વ્યવહાર, સાધુ સંબંધિત ચૌભંગીઓ, શૈક્ષની કાલમર્યાદા, સ્થવિરના પ્રકાર, સાધુઓને ભણાવવા માટેનો અધ્યયન ક્રમ, દશ પ્રકારની વૈયાવચ્ચ તથા તેના અંતિમ ફળરૂપ મોક્ષનું કથન છે. * ચંદ્રની કળાની વધઘટની જેમ આહાર–પાણીની દત્તીઓમાં વધઘટ થાય, તેને ચંદ્ર પ્રતિમા કહે છે. તેના બે પ્રકાર છે. જવમધ્ય ચંદ્ર પ્રતિમા અને વજમધ્ય ચંદ્રપ્રતિમા. સૂત્રોક્ત વિધિથી વિશિષ્ટ સંહનનવાળા, શ્રુતસંપન્ન સાધુ તેની આરાધના કરી શકે છે, આ પ્રતિમાઓ એક એક માસની હોય છે. તેમાં આહાર, પાણીની દત્તીઓની વધઘટ કરવાની હોય છે, અન્ય અનેક નિયમો તથા અભિગ્રહ ધારણ કરવાના હોય છે અને પરીષહ ઉપસર્ગને સહન કરવાના હોય છે. વ્યવહાર - આગમ, શ્રત, આજ્ઞા અને ધારણા, જીત, આ પાંચ વ્યવહારોમાંથી જે સમયે જે ઉપલબ્ધ હોય તેનો ક્રમશઃ નિષ્પક્ષ ભાવથી પ્રાયશ્ચિત્ત અને તત્ત્વ નિર્ણયમાં ઉપયોગ કરવો જોઈએ. સ્વાર્થ, આગ્રહ અથવા ઉપેક્ષા ભાવથી તેનો વ્યુત્કમથી ઉપયોગ ન કરવો જોઈએ. * સાધુ પુરુષના વિવિધ ગુણોની અપેક્ષાએ તેની વિવિધ ચૌભંગીઓનું કથન કરીને સૂત્રકારે મનુષ્યોની ભિન્ન ભિન્ન ચિત્તવૃત્તિનું દર્શન કરાવ્યું છે. * દીક્ષાદાતા, વડી દીક્ષાદાતા, મૂળ આગમના વાચનાદાતા, અર્થઆગમના વાચનાદાતાની અને તેનાથી સબંધિત શિષ્યોની કુલ ચાર ચૌભંગી છે અને તેના અંતિમ ભંગની સાથે ધર્માચાર્ય (પ્રતિબોધ દેનારા) આદિનું કથન છે. * વય સ્થવિર, શ્રુતસ્થવિર અને પર્યાય સ્થવિર, આ ત્રણ પ્રકારના સ્થવિર છે. * શૈક્ષ નવદીક્ષિત શિષ્યોની શૈક્ષભૂમિ-શિક્ષાની કાલમર્યાદાના ત્રણ પ્રકાર છે. જઘન્ય સાત દિવસરાત્રિ, મધ્યમ ચાર માસ અને ઉત્કૃષ્ટ છ માસ. * ગર્ભકાળ સહિત ૯ વર્ષ પહેલા કોઈને દીક્ષા દેવી નહિ. કારણવશ દીક્ષા દેવાઈ ગઈ હોય તો વડી દીક્ષા ન દેવી જોઈએ. કે અવ્યક્ત (૧૬ વર્ષથી ઓછી ઉંમરવાળા)ને આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રની વાચના ન દેવી પરંતુ અન્ય અધ્યયન કરાવવું. કે વીસ વર્ષની દીક્ષા પર્યાય સુધી યોગ્ય શિષ્યોને સુત્રોક્ત આગમોની વાચના પૂર્ણ કરાવવી. * આચાર્યાદિ દશની ભાવયુક્ત વૈયાવૃત્ય કરવી, તેમની વૈયાવૃત્યથી મહાનું કર્મોની નિર્જરા અને મુક્તિની પ્રાપ્તિ થાય છે.