________________
ઉદ્દેશક-૯
[ ૩૪૭ |
ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના ઘરની બહારના ભાગમાં શય્યાતરના ચૂલાથી જુદા ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહારાદિ બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. |१३ सागारियस्स णायए सिया सागारियस्स अभिणिव्वगडाए एगदुवाराए एगणिक्खमणपवेसाए अंतो सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના એક નિષ્ક્રમણ અને એક પ્રવેશ દ્વારવાળા ઘરની અંદરના જુદા ભાગમાં એક ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુ આપે તો તે આહાર લેવો સાધુ કલ્પતો નથી. १४ सागारियस्स णायए सिया सागारियस्स अभिणिव्वगडाए एगदुवाराए एगणिक्खमणपवेसाए अंतो सागारियस्स अभिणिपयाए सागारिय चोवजीवइ तम्हा दावए णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના એક નિષ્ક્રમણ અને એક પ્રવેશદ્વારવાળા ઘરની અંદરના જુદા ભાગમાં શય્યાતરના ચૂલાથી જુદા ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને સ્વજનો તે આહારમાંથી સાધુને આપે તો સાધુને તે આહાર લેવો કલ્પતો નથી. १५ सागारियस्स णायए सिया सागारियस्स अभिणिव्वगडाए एगदुवाराए एगणिक्खमणपवेसाए बाहिं सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના એક નિષ્ક્રમણ અને એક પ્રવેશદ્વારવાળા ઘરની બહારના ભાગમાં શય્યાતરના ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુને આપે તો તે આહાર સાધુને લેવો કલ્પતો નથી. १६ सागारियस्स णायए सिया सागारियस्स अभिणिव्वगडाए एगदुवाराए एगणिक्खमणपवेसाए बाहिं सागारियस्स अभिणिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરના સ્વજનો શય્યાતરના એક નિષ્ક્રમણ અને એક પ્રવેશદ્વારવાળા ઘરની બહારના ભાગમાં શય્યાતરના ચૂલાથી જુદા ચૂલા પર શય્યાતરની જ સામગ્રીથી આહાર બનાવી, તેનાથી જીવન નિર્વાહ કરતા હોય અને તે સ્વજનો તે આહારમાંથી સાધુને આપે છે તો સાધુને તે આહાર લેવો કલ્પતો નથી. | १७ सागारियस्स चक्कियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી તેલની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને તેલ આપે, તો તે તેલ સાધુને લેવું કલ્પતું નથી.