________________
[ ૩૪૪]
શ્રીવ્યવહાર સત્ર
ઉદ્દેશક-૯ પ્રાકથન RDCRORRORDROR * આ ઉદ્દેશકમાં શય્યાતરપિંડની ગ્રાહ્યતા-અગ્રાહ્યતા, ભિક્ષુ પ્રતિમાઓ તથા દત્તીના સ્વરૂપનો નિર્દેશ છે. * સામાન્ય રીતે સર્વ સાધુ-સાધ્વીઓને શય્યાતરપિંડ સર્વથા અગ્રાહ્ય છે પરંતુ ક્યારેક શય્યાતરે પોતાના સ્વજનોને અથવા નોકરોને કેટલોક આહાર સંપૂર્ણપણે અપ્રાતિહારિકરૂપે આપી દીધો હોય અર્થાત્ આહાર વધે તો શય્યાતરને પાછો દેવાનો ન હોય, તો તે આહારમાંથી સાધુ લઈ શકે છે. જો શય્યાતરે તે આહાર પ્રાતિહારિક દીધો હોય અર્થાતુ વધેલો આહાર શય્યાતરને પાછો દેવાનો હોય તો તે સાધુને માટે કલ્પનીય નથી. * સાધુને શય્યાતરના સહયોગથી જીવનનિર્વાહ કરનાર તેના જ્ઞાતિજનો પાસેથી આહાર લેવો કલ્પતો નથી. * શય્યાતરની ભાગીદારીવાળી દુકાનોમાં જો કોઈ પદાર્થ શય્યાતરની ભાગીદારી વિનાનો હોય તો તે પદાર્થ તેના ભાગીદાર પાસેથી લઈ શકાય છે. * સપ્ત-સપ્તમિકા, અષ્ટ-અષ્ટમિકા, નવ-નવમિકા, અને દશ-દશમિકા પ્રતિમામાં દત્તીઓની મર્યાદાથી ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. ચાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓની સાધુ-સાધ્વી આરાધના કરી શકે છે. * સ્વમુત્રપાનની નાની-મોટી મોક પ્રતિમાની આરાધના સાત અને આઠ દિવસમાં પૂર્ણ થાય તેમાં પૂર્ણ શુદ્ધ પ્રસવણ દિવસે પીવામાં આવે છે, રાત્રે નહીં. * એકવારમાં અખંડ ધારથી સાધુના હાથમાં અથવા પાત્રમાં આપેલા આહારાદિને એક દત્તી કહે છે. * ત્રણ પ્રકારના ખાદ્ય પદાર્થ હોય છે– (૧) સંસ્કારિત પદાર્થ (૨) શુદ્ધ અલેપ્ય પદાર્થ (૩) શુદ્ધ સલેપ્ય પદાર્થ. સાધુ આ ત્રણ પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી કોઈપણ પદાર્થને ગ્રહણ કરવાનો અભિગ્રહ ધારણ કરી શકે છે. પ્રહીત નામની છઠ્ઠી પિડેષણાને યોગ્ય આહારની ત્રણ અવસ્થાઓ હોય છે. (૧) વાસણમાંથી કાઢતાં (૨) પીરસવા માટે લઈ જતાં (૩) થાળી આદિમાં પીરસતાં, આ ત્રણ અવસ્થામાંથી કોઈપણ અવસ્થાવાળો આહાર સાધુ ગ્રહણ કરે છે.