________________
૨૮૬
શ્રીવ્યવહાર સૂત્ર
ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં ગામથી રાજધાની પર્યંતના સ્થાનોમાં(અનેક) આચાર્ય-ઉપાધ્યાયે પોતે બીજા હોય તેમ અર્થાત્ પોત-પોતાની નિશ્રામાં અન્ય એક-એક સાધુની સાથે અને(અનેક) ગણાવચ્છેદકોને પોતે ત્રીજા હોય તેમ અર્થાત્ પોત-પોતાની નિશ્રામાં અન્ય બે-બે સાધુઓની સાથે(સાથે રહીને) વિહાર કરવો કલ્પે છે.
१० मंसि वा जाव रायहाणिंसि वा बहूणं आयरिय, उवज्झायाणं अप्पतइयाणं बहुणं गणावच्छेइयाणं अप्पचउत्थाणं कप्पइ वासावासं वत्थए अण्णंमण्णं णिस्साए । ભાવાર્થ :- ચાતુર્માસમાં અનેક આચાર્યો અને ઉપાધ્યાયોએ ગામથી રાજધાની સુધીના સ્થાનોમાં પોતે ત્રીજા હોય તેમ અર્થાત્ પોત-પોતાની નિશ્રામાં અન્ય બે-બે સાધુઓને અને અનેક ગણાચ્છેદકોએ પોતે ચોથા હોય તેમ અર્થાત્ પોત-પોતાની નિશ્રામાં અન્ય ત્રણ-ત્રણ સાધુઓને સાથે રાખીને(સાથે મળીને) રહેવું કલ્પે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય, ઉપાધ્યાય, તેમજ ગણાવચ્છેદકના શેષકાલના વિચરણમાં તથા ચાતુર્માસમાં સાથે નિવાસ કરનારા ઓછામાં ઓછી સાધુ સંખ્યાનું કથન છે.
આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદક ગચ્છની સંપૂર્ણ જવાબદારીનું વહન કરે છે, તેથી તેમનું મહત્વ વિશેષ છે. આચાર્ય આદિ બાહ્ય-આત્યંતર ઋદ્ધિ સંપન્ન હોય છે. તેમની ગરિમાની દૃષ્ટિએ આ ત્રણે પદવીધરો એકલવિહાર કરતા નથી. આચાર્ય અને ઉપાધ્યાયને શેષકાલમાં ઓછામાં ઓછા એક સાધુને સાથે રાખીને અર્થાત્ કુલ બે સાધુઓએ અને ચાતુર્માસમાં બે સાધુને સાથે રાખીને અર્થાત્ કુલ ત્રણ સાધુઓએ રહેવું જોઈએ અને ગણાવચ્છેદકને શેષકાલમાં અન્ય બે સાધુ અર્થાત્ કુલ ત્રણ અને ચાતુર્માસમાં અન્ય ત્રણ અર્થાત્ કુલ ચાર સાધુઓએ રહેવું જોઈએ.
અનેક આચાર્ય, ઉપાધ્યાય, એક સાથે વિચરતા હોય, તો પણ પ્રત્યેક આચાર્ય-ઉપાધ્યાય તથા ગણાવચ્છેદકને પોત-પોતાની નિશ્રામાં શાસ્ત્રોક્ત કથન અનુસાર સાધુઓ સાથે હોવા જરૂરી છે. એક આચાર્યની નિશ્રામાં રહેલા બે સાધુઓ સાથે બીજા આચાર્ય ચાતુર્માસ કરી શકતા નથી. બીજા આચાર્ય સાથે પોતાની નિશ્રાના બીજા બે સાધુ હોવા જરૂરી છે.
ગણાવચ્છેદક આચાર્યના નેતૃત્વમાં રહીને જ પોતાની કાર્યવાહી કરે છે પરંતુ ગચ્છના સાધુઓ માટે ઉપકરણાદિ શોધવા, લાવવા, ગચ્છના સાધુઓની સેવા માટે વ્યવસ્થા કરવી આદિ ગણાવચ્છેદકનું કાર્યક્ષેત્ર વિસ્તૃત હોવાથી તેની નિશ્રામાં આચાર્ય-ઉપાધ્યાય કરતાં એક સાધુ વધુ હોવા જરૂરી છે.
સૂત્રકારે ત્રણે પદવીધરોની સાથે રહેતા જઘન્ય સાધુની સંખ્યાનું કથન કર્યું છે તેનાથી ગમે તેટલા અધિક સાધુઓ અનુકૂળતા પ્રમાણે સાથે રહી શકે છે.
ગણધારક સાધુના કાળધર્મ સમયે શેષ સાધુઓનું કર્તવ્ય –
११ गामाणुगामं दूइज्जमाणे भिक्खू य जं पुरओ कट्टु विहरइ, से य आहच्च वीसुंभेज्जा, अत्थियाइ त्थ अण्णे केइ उवसंपज्जणारिहे से उवसंपज्जियव्वे ।
णत्थियाइ त्थ अण्णे केइ उवसंपज्जणारिहे तस्स य अप्पो कप्पाए असमत्ते