________________
ત
み
સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ
શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
સ્વીકારો મમ દાદા ગુરુ,
ઉપાંગ સૂત્ર અનુવાદનું નજરાણું.
તપસમ્રાટ આશિષે કૃતજ્ઞભાવે,
ઘરું તવ કરકમલમાં આ ભેટળ્યું.
ઓ શ્રદ્ધાતિલકમંડળ ! અવિરત વાવો
અમ પર કૃપાપ્રસાદનું ઝરણું.
યાવત્ ચંદ્રાિરો રહેશે,
આ શતાબ્દીનું સંભારણું. સૌરાષ્ટ્રની ઇન્યવતી ઘરા પર જ્યાં નિત્ય સાગર ઘૂઘવી રહ્યો છે, તેવા વેરાવળના આંગણે જેઓનો જન્મ થયો, ત્યાં જ વૈરાગ્યની પ્રાપ્તિ થઈ, બડભાગી બગસરાની ભૂમિ ઉપર
સંયમના સાજ સજી અગારમાંથી અણગાર બન્યા,
સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે વિચરી વીરવાણીનું પાન જૈન જૈનેતર સમાજને કરાવનાર પરગુણ ઉદ્યોતક,
એકતાના ઉદ્ઘોષક, રોસરિતાવાક એવા પરમ શ્રદ્ધેય પૂ. દાદા ગુરુના કરકમલમાં જન્મ શતાબ્દી પ્રસંગે
ઉપાંગ સૂત્રના અનુવાદનું નજરાણું શ્રદ્ધા ભક્તિસભર હૃદયે સમર્પણ કરું છું. CHES 1012
· પૂ. મુકત - લીલમ - ઉષા ગુણીના સુશિષ્યા સાધ્વી કિરણ