________________
કે પહેલાં ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. જ્ઞાતાધર્મકથામાં મેઘકુમારની માતા શ્રેણિકની (૨૪મી) રાણી ધારિણી હતી તેવો ઉલ્લેખ છે. દશા– શ્રુતસ્કન્ધમાં (૨૫મી) મહારાણી ચેલણાનું વર્ણન છે. તે અત્યંત રૂપવાન હતી. તેના દિવ્ય રૂપને જોઈને ભગવાન મહાવીર સ્વામીના સાધ્વીજીઓ સ્તબ્ધ થઈ ગયા અને નિદાન કરવા માટે તત્પર થઈ ગયા. નિશીથચૂર્ણિમાં શ્રેણિકની એક રાણીનું નામ અફ્તગંધા પણ મળે છે પરંતુ આ નામ બહુપ્રસિદ્ધ નથી. બૌદ્ધ સાહિત્યમાં વિનયપિટક નામના ગ્રંથમાં રાજા શ્રેણિકની પાંચસો રાણીઓનો ઉલ્લેખ છે.
શ્રેણિકના પુત્ર :– આગમમાં શ્રેણિકરાજાના છત્રીસ પુત્રોનો ઉલ્લેખ મળે છે. તે છત્રીસ નામ આ પ્રમાણે છે– (૧) જાલી (૨) મયાલી (૩) ઉવયાલી (૪) પુરિષસેણ (૫) વારિસેણ (૬) દીહદંત (૭) લષ્ટદંત (૮) વેહલ્લ (૯) વેહાયસ (૧૦) અભયકુમાર (૧૧) દીર્ઘસેન (૧૨) મહાસેન (૧૩) લષ્ટદંત (૧૪) ગૂઢદંત (૧૫) શુદ્ધદંત (૧૬) હલ્લ (૧૭) દુમ (૧૮) દુમસેન (૧૯) મહાદુમસેન (૨૦) સીહ (૨૧) સિંહસેન (૨૨) મહાસિંહસેન (૨૩) પુણ્યસેન (૨૪) કાલકુમાર (૫) સુકાલકુમાર (૨૬) મહાકાલકુમાર (૨૭) કૃષ્ણકુમાર (૨૮) સુકૃષ્ણકુમાર (ર૯) મહાકૃષ્ણકુમાર (૩૦) વીરકૃષ્ણકુમાર (૩૧) રામકૃષ્ણકુમાર (૩૨) પિતૃસેનકૃષ્ણકુમાર (૩૩) મહાસેનકૃષ્ણકુમાર (૩૪) મેઘકુમાર (૩૫) નંદીસેણ (૩૬) કોણિક.
તેમાંથી અનુત્તરોપપાતિક સૂત્રાનુસાર જાલી આદિ ૨૩ રાજકુમારો દીક્ષા લઈ સંયમધર્મની આરાધના કરી અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. જ્ઞાતાસૂત્ર અનુસાર મેઘકુમાર પણ શ્રમણધર્મ સ્વીકારી અંતે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. નંદીસૂત્રની ટીકા અનુસાર નંદીષેણ પણ સંયમી બની સાધનાના પંથે આગળ વધ્યા. આ પ્રમાણે ૨૫ રાજકુમારોએ દીક્ષા લીધી. શેષ અગિયાર(કોણિક અને કાલકુમાર આદિ ૧૦) રાજકુમારો સંયમગ્રહણ કર્યા વિના મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થયા.
દ્વિતીય વર્ગ : કલ્પાવતસિકા :
કલ્પ શબ્દનો પ્રયોગ સૌધર્મથી અચ્યુત સુધીના બાર દેવલોક માટે પ્રયુક્ત થયો છે. દેવલોકમાં ઉત્પન્ન થનારા જીવોનું જેમાં વર્ણન છે તે વર્ગ કલ્પાવતંસિકા છે. દેવલોક તે પુણ્ય ભોગવવાનું સ્થાન છે. વ્રત–નિયમ ધારણ કરનાર, શુભ ભાવથી પુણ્યના કાર્ય કરનાર દેવગતિ પામે છે. આ વર્ગમાં વર્ણિત (૧) પદ્મ (૨) મહાપદ્મ (૩) ભદ્ર
38