________________
નિષધકુમારનું પૂર્વભવ સાથે વિસ્તૃત વર્ણન છે. શેષ અગિયાર કુમારોના માત્ર નામ જ મળે છે.
ઉપરોક્ત પાંચ વર્ષાત્મક આ એક સૂત્ર છે પરંતુ કાલક્રમે આ એક જ સૂત્ર પાંચ સૂત્રના રૂપમાં ગણાવા લાગ્યું. તેમ છતાં આ સૂત્રને આજ સુધી વિભાજિત કર્યા વિના એકી સાથે એક શ્રુતસ્કંધ રૂપે જ રાખેલ છે. તેથી તેની મૌલિક એકસૂત્રતા આજે પણ સુરક્ષિત છે.
વ્યાખ્યા સાહિત્ય :
પ્રસ્તુત સૂત્ર કથાપ્રધાન હોવાના કારણે તેના પર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ લખાઈ નથી. શ્રી ચંદ્રસૂરિએ સંસ્કૃતભાષામાં આ સૂત્ર પર સંક્ષિપ્ત અને શબ્દાર્થ સ્પર્શી વૃત્તિ લખી છે. શ્રી ચંદ્રસૂરિનું જ બીજું નામ પાર્શ્વદેવગણિ હતું. તે શીલભદ્રસૂરિના શિષ્ય હતા. વૃત્તિનું ગ્રંથમાન ૬૦૦ શ્લોક પ્રમાણ છે.
બીજી સંસ્કૃત ટીકાનું નિર્માણ સ્થાનકવાસી જૈન પરંપરાના આચાર્ય ઘાસીલાલજી મહારાજે કર્યું હતું. તેની ટીકા સરળ અને સુબોધ છે. તે ટીકામાં કોણિકરાજાના પૂર્વભવનું પણ વર્ણન છે. બીજા પણ ઘણા પ્રસંગો છે.
વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રના પ્રકાશિત સાહિત્ય આ પ્રમાણે છે– (૧) સન. ૧૯૨૨માં આગમોદય સમિતિ સુરત દ્વારા ચંદ્રસૂરિષ્કૃત વૃત્તિ. (૨) સન. ૧૮૮૫માં બનારસથી ચંદ્રસૂરિષ્કૃત વૃત્તિ અને ગુજરાતી વિવેચન. (૩) વિ.સં. ૧૯૯૦માં જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર દ્વારા મૂળ અને ટીકા તેમજ તેના ગુજરાતી અર્થ.
(૪) સન. ૧૯૩૪માં ગુર્જરગ્રંથ કાર્યાલય અમદાવાદથી ભાવાનુવાદ.
(૫) વીર સં. ૨૪૪૫માં હૈદરાબાદથી આચાર્ય અમોલખ ઋષિજી દ્વારા હિન્દી અનુવાદ.
(૬) સન. ૧૯૬૦માં શાસ્ત્રોદ્ધારક સમિતિ રાજકોટથી આચાર્ય ઘાસીલાલજી
43