________________
ત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) શ્રી કિશોરભાઇ નંદલાલ શાહ.
“વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે” ગરીબ, દુઃખીના બેલી કિશોરભાઇ સાચા અર્થમાં વૈષ્ણવ છે. દશાશ્રીમાળી વૈષ્ણવ કુળમાં જન્મેલાં કિશારભાઇ, ભગવાનમાં શ્રદ્ધા રાખનાર આસ્તિક માનવ છે.
હાર્ડ વર્ક, જાત મહેનત અને પ્રબળ પુરુષાર્થથી મિનરલ પાવડરના ધંધાથી શરૂ કરેલી ધંધાકીય કારકિર્દી એવરેસ્ટ બિલ્ડરર્સ તરીકે તેઓએ પ્રસિદ્ધિની ટોચને હાંસલ કરી છે. તેઓ મૃદુભાષી અને બોલેલું કાર્ય પાર કરનાર છે.
તેઓ શ્રી નાઘેર સમાજના ટ્રસ્ટી છે. વૈષ્ણવ સંપ્રદાય સાઈ બાબા (ર્શડી) ના અનુયાયી છે. શ્રી જગજીવન બાપુ સેવાશ્રમ - શીમરના પરમ ભક્ત છે. જાયન્ટ ગ્રુપ ઓફ ઘાટકોપર સેન્ટ્રલના પાયાના પથ્થરરૂપ પ્રેસીડેન્ટ છે. પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. ના જ્ઞાનમય, પ્રકાશમય સાંનિધ્યે તેઓએ અધ્યાત્મની ઝાંકી અનુભવી છે. તેમના સમર્પિત ભક્ત બનીને રહ્યા છે.
તેમના ધર્મપત્ની શ્રી સર્યુબેન પણ ગુરુદેવ પ્રતિ અનન્ય શ્રદ્ધા ધરાવે છે. તેઓ સોશ્યલ વર્કર છે અને જાયન્ટ ગ્રુપ ઓફ ઘાટકોપરના પ્રેસીડેન્ટ છે. સુપુત્ર વિરલ અને નયનેશ પણ ગુરુદેવને સમર્પિત છે. સુપુત્રી ગ્રીષ્મા તેની મેરેજ લાઇફમાં સુખી છે અને બંને કુટુંબને ઉજ્જવળ કરી રહી છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ના ૩૯ માં જન્મદિને, કોઇપણ કાર્ય માટેની પૂ. ગુરુદેવની પ્રેરણા કે આજ્ઞા શ્રેષ્ઠતાનું સર્જન કરશે તેવા ભાવને, ગુરુ ચરણે સમર્પિત કરતાં તેઓ આગમ પ્રકાશનના મૃતધાર બન્યા છે. તે માટે તેઓ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે.
ગપ્રાણ પ્રકાશન
PARASDHAM