SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ | પુષ્પિકા વર્ગ-૩ઃ અધ્ય.-૪. [ ૧૦૯ ] વિવેકપૂર્વક સાધ્વાચારને ઉચિત ઉત્તર આપ્યો અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ત્તિ હેવની પૂUUત્ત ધઃ - વિચિત્રનો અર્થ છે વિશિષ્ટ, અદ્ભુત, વિવિધ, આશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર. કેવલી ભાષિત અહિંસા પ્રધાન, દયા પ્રધાન અને અનેક વિશેષતાઓથી યુક્ત હોય છે. તેમાં ગતાનુગતિક સંસારી લોકોને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા તત્ત્વો અને આચરણના સિદ્ધાંતો હોવાથી તેને અહીં વિચિત્ર વિશેષણથી સૂચિત કર્યો છે. કેવલી પ્રરૂપિત ધર્મના બે પ્રકાર છે- સાધ્વાચાર અને શ્રાવકાચાર. શ્રાવકાચારની વિચિત્રતાઓ–વિશેષતાઓ - કેવલી પ્રજ્ઞપ્ત શ્રાવકાચારનું પાલન કરનાર ગૃહસ્થના વિચાર વર્તન ખાનપાન, જીવન વ્યવહારમાં ક્રમશઃ અનેક પ્રકારની વિશેષતા આવી જાય છે. તેઓની ભાષા પણ વિવેકપૂર્ણ થઈ જાય છે. જ્ઞાતાધર્મકથા સૂત્રમાં વર્ણિત સુબુદ્ધિ પ્રધાનના દષ્ટાંતથી સમજાય છે કે શ્રાવકો ક્યારે ય સારી ચીજની પ્રશંસા અનુમોદના અને ખરાબ ચીજની નિંદા ઘણાપણ કરે નહીં પરંતુ તટસ્થ રહે છે. શ્રાવક વ્રતોમાં ઊંડે ઉતરેલ વ્યક્તિની સાંસારિક વૃત્તિ વિલીન થઈ જાય છે અર્થાતુ સાંસારિક રુચિ ઓછી થઈ જાય છે. તેઓનું જીવન વ્યવહાર વૈરાગ્યયુક્ત થઈ જાય છે. તેથી હરવા–ફરવા, સેલ સપાટા, મોજ-શોખ, દર્શનીય સ્થળો જોવા વગેરે પ્રવૃત્તિઓમાં તે ઉદાસીન થઈ જાય છે. કર્મબંધનાં ઘણાં કાર્યોથી તે સાવધાન બની જાય છે. ક્રમિક વિકાસ કરતાં ઉપર ઉઠતાં તે શ્રાવક સ્નાન ત્યાગી, કુશીલ ત્યાગી અને ભિક્ષા જીવી પડિમાધારી શ્રાવક થઈ જાય છે. તેમાં એક અવસ્થા એવી પણ આવી જાય છે કે કોઈ દેવ તેની સામે તેના પુત્રોની હત્યાનો દેખાવો કરી દે અને ધર્મવ્રત છોડવાનું કહે તો પણ તે નિશ્ચલ રહે છે. આવી અનેક બાબતોથી લોકમાં શ્રાવક ધર્મની વિચિત્રતા અર્થાતુ વિશેષતા સહેજે સમજાય જાય છે. સાધ્વાચારની વિચિત્રતાઓ–વિશેષતાઓ - જૈન સાધ્વાચાર તો લોકોની દષ્ટિમાં અનેકાનેક વિશેષતાઓ અર્થાતુ આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવા આચરણોથી અને વ્યવહારોથી પરિપૂર્ણ છે જ. તે જૈન શ્રમણોની ચાલવાની, બોલવાની, રહેવાની, ખાવાની, મળ-મૂત્ર ત્યાગવાની, ગૌચરી ગવેષણાની, પ્રતિલેખન પ્રમાર્જનની પ્રવૃત્તિ વગેરે અનેક રીત-ભાત લોકોમાં નૂતન અને આશ્ચર્યકારી હોય છે. તે સિવાય આજીવન બ્રહ્મચર્ય પાલન, સ્નાન ત્યાગ, પગરખા ત્યાગ, વાહન ત્યાગ, પરિગ્રહ ત્યાગ, અગ્નિ અને સ્ત્રી આદિના સંઘટાનો ત્યાગ, દાઢી-મૂંછ અને મસ્તકના વાળોના લોચ કરવો, સદા મુખ પર મુખવસ્ત્રિકા બાંધીને રહેવું, રાત્રિમાં ખાવા-પીવાનો આજીવન ત્યાગ, જીવનભર પગપાળા વિહાર, વર્ષામાં ગોચરી ન જવું વગેરે કેટલાય નિયમ ઉપનિયમો સામાન્ય લોકોને માટે આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા હોય છે. આ કારણે શાસ્ત્રોમાં અનેક સ્થળે વિત્ત વિશેષણ દ્વારા કેવલી પ્રરૂપિત ધર્મનું માહાભ્ય દર્શાવવામાં આવ્યું છે. સુભદ્રાનું શ્રાવકવૃત ગ્રહણ :|१४ तए णं सा सुभद्दा सत्थवाही तासिं अज्जाणं अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठतुट्ठा ताओ अज्जाओ तिक्खुत्तो वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं अज्जाओ ! णिग्गंथं पावयणं, पत्तियामि णं
SR No.008806
Book TitleAgam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages127
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pushpika
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy