________________
| १०
શ્રી નિરયાવલિકા સૂત્ર
સંતાન નહીં. સુભદ્રાને સંતાનપ્રાપ્તિની ઝંખના :| ९ तए णं तीसे सुभद्दाए सत्थवाहीए अण्णया कयाई पुव्वरत्तावरत्तकाले कुडुंबजागरियं जागरमाणीए इमेयारूवे अज्झथिए पत्थिए चिंतिए मणोगयसंकप्पे समुप्पजित्था- एवं खलु अहं भद्देणं सत्थवाहेणं सद्धिं विउलाई भोगभोगाइं भुंजमाणी विहरामि, णो चेव णं अहं दारगं वा दारियं वा पयाया। तं धण्णाओ णं ताओ अम्मयाओ, सपुण्णाओ णं ताओ अम्मयाओ, कयत्थाओ णं ताओ अम्मयाओ, सुलद्धे णं तासि अम्मयाणं मणुयजम्मजीवियफले, जासिं मण्णे णियकुच्छिसंभूयगाई थणदुद्धलुद्धगाई महुरसमुल्लावगाणि मम्मणप्पजपियाणि थणमूलकक्खदेसभागं अभि- सरमाणगाणि पण्हयंति, पुणो य कोमलकमलोवमेहिं हत्थेहिं गिण्हिऊणं उच्छङ्ग-णिवेसियाणि देति, समुल्लावए सुमहुरे पुणो पुणो मम्मणप्पभणिए । अहं णं अधण्णा अपुण्णा एत्तो एगमवि ण पत्ता । ओहय मणसंकप्पा जाव झियाइ ।
ભાવાર્થ :- ત્યાર પછી ક્યારેક પૂર્વ કે અપરાત્રિના સમયે સાંસારિક વિચારણા કરતા સુભદ્રાને આ પ્રકારનો અધ્યવસાય-આત્મભાવ, ઈચ્છા-અભિલાષા, ચિંતન-વિચારણા અને મનોગત સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થયો કે હું ભદ્ર સાર્થવાહની સાથે વિપુલ ભોગોને ભોગવતી સમય વ્યતીત કરું છું પરંતુ આજ સુધીમાં મેં એક પણ સંતાનને જન્મ આપ્યો નથી. તે માતાને ધન્ય છે, તે માતા પુણ્યશીલ છે, તે માતા કૃતાર્થ છે, તે માતાઓને પોતાના મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સુંદર રીતે પ્રાપ્ત થયું છે કે જે માતાઓ પોતાના ઉદરથી ઉત્પન્ન થયેલા અને સ્તનના દૂધમાં લુબ્ધ બનેલાં, કર્ણપ્રિય વાણી બોલતાં, તોતડું બોલતાં, સ્તનમૂળ અને કાંખના વચલા ભાગમાં અભિસરણ કરતાં(સરકતા)સંતાનને દૂધ પીવડાવે છે. પછી કમળ જેવા કોમળ હાથથી લઈને તેને ખોળામાં બેસાડે છે. કર્ણપ્રિય મધુર મધુર શબ્દોથી મનોરંજન કરે છે. પરંતુ હું ભાગ્યહીન, પુણ્યહીન છું કે સંતાન સંબંધી એક પણ સુખ મને મળ્યું નથી. આ પ્રકારના વિચારોથી નિરુત્સાહ થઈને આર્તધ્યાન કરવા લાગી.
સુવતા આર્યાનું વારાણસીમાં આગમન :१० तेणं कालेणं तेणं समएणं सुव्वयाओ णं अज्जाओ इरियासमियाओ भासा- समियाओ एसणासमियाओ आयाणभंडमत्तणिक्खेवणासमियाओ उच्चार पासवण खेलजल्लसिंघाणपारिट्ठावणा समियाओ मणगुत्तीओ वयगुत्तीओ कायगुत्तीओ गुतिंदियाओ गुत्तबंभयारिणीओ बहुस्सुयाओ