________________
પુષ્પિકા વર્ગ–૩ : અધ્ય.—૩
હતો પરંતુ ત્યાર પછી સુસાધુઓના દર્શન તથા ઉપદેશ આદિનો સંયોગ નહીં મળવાથી અને અસાધુઓના દર્શન તથા ઉપદેશનો સંયોગ મળવાથી, તેમજ મિથ્યાત્વ પર્યાય વધવાથી, સ્વીકારેલા શ્રાવકધર્મને છોડી દીધો. ત્યાર પછી એકદા રાત્રિમાં કુટુંબ સંબંધી વિચાર કરતાં તમારા મનમાં વિચાર આવ્યો, વગેરે સર્વ હકીકત દેવે કહી યાવત્ જ્યાં અશોકવૃક્ષ હતું ત્યાં આવ્યા અને કાવડ રાખી યાવત્ મૌન બેસી ગયા. ત્યાર પછી તે પ્રથમ દિવસે જ મધ્યરાત્રિના સમયમાં હું તમારી પાસે આવ્યો અને તમને પ્રતિબોધિત કર્યા— હે સોમિલ ! તમારી આ પ્રવ્રજ્યા દુષ્પ્રવ્રજ્યા છે પરંતુ તમે તેના પર ધ્યાન ન આપ્યું અને મૌન જ રહ્યા. આ પ્રમાણે મેં તમને ચાર દિવસ સુધી સમજાવ્યા. પરંતુ તમે વિચાર ન કર્યો. આજે પાંચમા દિવસે ત્રીજા પ્રહરમાં તમે આ ઉંબરાના વૃક્ષની નીચે આવ્યા અને કાવડ રાખી, બેસવાના સ્થાનને સાફ કર્યું લીંપી પોતીને સ્વચ્છ કર્યું, અગ્નિમાં હવન કર્યો અને કાષ્ઠમુદ્રાથી મુખ બાંધીને, તમે મૌન થઈને બેસી ગયા. આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! તમારી પ્રવ્રજ્યા દુષ્પ્રવ્રજ્યા છે.
વિવેચન :
૯૭
પ્રસ્તુત સૂત્રોમાં સોમિલની મહાપ્રયાણ વિહાર યાત્રાના પાંચ દિવસોનું વર્ણન છે. વિહાર સમયે અને હવન પછીના મૌન ધ્યાનના સમયે તે સોમિલ કાષ્ઠમુદ્રા મુખ પર બાંધતો હતો. તે સિવાય સ્નાન, દિશા પૂજન, હવન અને અગ્નિદેવતાને તર્પણ આપતો હતો. પરંતુ આ પાંચ દિવસોના વર્ણનમાં અતિથિ ભોજન અને સ્વયંના ભોજનનું વર્ણન નથી. તેથી અને મહાપ્રયાણ પ્રસ્થાન શબ્દથી સ્પષ્ટ થાય છે કે આ તેની ચલ સંઘારાની એક પ્રકારની વિધિ હતી.
દેવે પાનમૂર્રે :– સોમિલની મહાપ્રયાણ યાત્રાથી આકૃષ્ટ થઈ કોઈ સમ્યગ્ દૃષ્ટિ દેવ તેના રાત્રિધ્યાનના
સમયે આવી આકાશવાણી કરતો હતો. પાંચ દિવસના પ્રયત્ન પછી તે દેવ સોમિલના ભાવને ચલિત કરી શક્યો. પ્રસ્તુત પ્રસંગ સોમિલની દઢતા અને સાધનાની મસ્તીને સૂચિત કરે છે. જે દેવલોકના દેવના સૂચનથી પણ ચંચળ બન્યો નહીં. પરંતુ પાંચ પાંચ દિવસના પ્રયત્ન પછી સોમિલનું ચિત્ત ક્ષુભિત બન્યું અને પોતાની ભૂલને જાણવા માટે તેણે દેવને પ્રતિપ્રશ્ન કર્યો. અહીં સૌમિલની સત્યને પામવાની યોગ્યતા જણાય છે. પ્રભુ પાર્શ્વનાથ અને તેની પાસે સ્વીકારેલા વ્રત ગ્રહણના સ્મરણથી તેના પરિણામોમાં પરિવર્તન થયેલું જણાય છે.
પાતળમારવીર્ ગાવ ગતંત્તે :- આ સૂત્રથી જણાય છે કે તે જમાનામાં તાપસ પણ સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે અર્થાત્ દિવસે જ વિહાર કરતા હતા અને રાત્રિએ શાંત, મૌન, ધ્યાનમાં લીન રહેતા હતા. સોમિલ દ્વારા પુન: શ્રાવકધર્મ ગ્રહણ :
२३ तए णं से सोमिले तं देवं एवं वयासी कहं णं देवाणुप्पिया ! मम सुप्पव्वइयं ?
तए णं से देवे सोमिलं एवं वयासी- जइ णं तुमं देवाणुप्पिया !