________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
રહ્યો. ત્યાર પછી સોમિલ બ્રહ્મર્ષિ દ્વારા અનાદર પામેલો તે દેવ જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ચાલ્યો ગયો.
८४
१७ तए णं से सोमिले कल्लं जाव जलते वागलवत्थणियत्थे किढिणसंकाइयं गहाय गहियभण्डोवगरणे कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता उत्तराए दिसाए उत्तराभिमुहे संपत्थिए ।
ભાવાર્થ :- ત્યાર પછી બીજે દિવસે સૂર્યોદય થતાં વલ્કલ વસ્ત્રધારી સોમિલે કાવડ, ભંડોપકરણ આદિ લઈને, કાષ્ઠમુદ્રાથી મુખ બાંધીને, ઉત્તરાભિમુખ થઈ, ઉત્તરદિશા તરફ પ્રયાણ કર્યું.
१८ तए णं से सोमिले बिइयदिवसम्मि पच्छावरण्हकालसमयंसि जेणेव सत्तिवण्णे तेणेव उवागए । सत्तिवण्णस्स अहे किढिणसंकाइयं ठवेइ, ठवित्ता वेइं वड्डेइ, एवं जहा असोगवरपायवे जाव अरिंग हुणइ, कट्ठमुद्दाए मुहं बंधइ, तुसिणीए संचिट्ठइ ।
तए णं तस्स सोमिलस्स पुव्वरत्तावरत्तकालसमयंसि एगे देवे अंतियं पाब्भू । तए णं से देवे अंतलिक्खपडिवण्णे जहा असोगवरपायवे जाव पडिगए । तए णं से सोमिले कल्लं जाव जलंते वागलवत्थणियत्थे किढिणसंकाइयं गेण्हइ, गिण्हित्ता कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता उत्तराए दिसाए उत्तराभिमुहे संपत्थिए ।
ભાવાર્થ :- ત્યાર પછી બીજા દિવસના અપરાહ્નકાલના અંતિમ પ્રહરમાં (સાંજે) સોમિલબ્રહ્મર્ષિ જ્યાં સપ્તપર્ણ વૃક્ષ હતું ત્યાં આવ્યો. તે સપ્તપર્ણ વૃક્ષની નીચે કાવડ રાખીને વેદિકા—બેસવાના સ્થાનને સાફ કર્યું ઈત્યાદિ જેવી રીતે અશોકવૃક્ષની નીચે પહેલાં જે વિધિ કરી હતી તે સર્વ વિધિ અહીં પણ કરી યાવત્ અગ્નિમાં આહુતિ આપી અને કાષ્ઠમુદ્રાથી પોતાનું મુખ બાંધી બેસી ગયો.
ત્યારે મધ્યરાત્રિમાં સોમિલ બ્રહ્મર્ષિની સમક્ષ ફરીથી દેવ પ્રગટ થયો અને આકાશમાં રહીને અશોકવૃક્ષની નીચે જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે ફરીથી કહ્યું. પરંતુ તે દેવની વાત પર સોમિલે કાંઈ ધ્યાન ન આપ્યું અને મૌન જ રહ્યો યાવત્ તે દેવ ફરીથી પાછો ગયો.
ત્યાર પછી ત્રીજે દિવસે વલ્કલ વસ્ત્રધારી સોમિલે સૂર્યના પ્રકાશિત થવા પર પોતાનાં કાવડ આદિ ઉપકરણ લીધાં અને કાષ્ઠમુદ્રાથી મુખને બાંધીને, ઉત્તર તરફ મુખ રાખીને ઉત્તર દિશામાં પ્રસ્થાન કર્યું.
१९ तए णं से सोमिले तइयदिवसम्मि पच्छावरण्हकालसमयंसि जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे किढिणसंकाइयं ठवेइ, ठवित्ता जाव कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता तुसिणीए संचिट्ठइ ।