SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પુપિકા વર્ગ–૩: અધ્ય.-૩ . [ ૮૭ ] तं मित्तणाइ णियगसंबंधिपरिजणं विउलेणं असणपाणखाइमसाइमेणं वत्थगंध मल्लालंकारेण य सक्कारेत्ता सम्माणेत्ता तस्सेव मित्तणाइणियगसंबधिपरिजणस्स पुरओ जेट्ठपुत्तं कुटुंबे ठवित्ता तं मित्तणाइणियगसंबंधिपरिजणं जेट्ठपुत्तं च आपुच्छित्ता सुबहुं लोहकडाहकडुच्छयं तंबियं तावसभण्डगं गहाय जे इमे गङ्गाकूला वाणपत्था तावसा भवंति, तं जहा- होत्तिया पोत्तिया कोत्तिया जण्णई सड्डई थालई हुंबउट्ठा दंतुक्खलिया उम्मज्जगा संमज्जगाणिमज्जगा संपक्खालगा दक्खिणकूला उत्तरकूला संखधमा कूलधमा मियलुद्धया हत्थितावसा उद्दडा दिसापोक्खिणो वक्कलवासिणो बिलवासिणोजलवासिणोरुक्खमूलिया अंबुभक्खिणो वाउभक्खिणोसेवाल भक्खिणो मूलाहारा कंदाहारा तयाहारा पत्ताहारा पुप्पाहारा फलाहारा बीयाहारा परिसडियकंदमूलतय-पत्तपुप्फफलाहारा जलाभिसेयकढिणगायभूया आयावणाहिं पंचग्गितावेहि इंगालसोल्लियं कंदुसोल्लियं पिव अप्पाणं करेमाणा विहरति । तत्थ णं जे ते दिसापोक्खिया तावसा तेसिं अंतिए दिसापोक्खियत्ताए पव्वइत्तए । ભાવાર્થ :- ત્યાર પછી કોઈ સમયે કુટુંબ જાગરણ કરતાં તે સોમિલ બ્રાહ્મણને આ પ્રકારનો અધ્યવસાયઆત્મવિચાર ઉત્પન્ન થયો કે– વારાણસી નગરીનો વાસી હું સોમિલ અત્યંત શુદ્ધ-પ્રસિદ્ધ બ્રાહ્મણકુળમાં જન્મેલો છું. મે વ્રતોનું પાલન કર્યું. વેદોનો અભ્યાસ કર્યો, યજ્ઞસ્થંભ રોપાવ્યા અને ત્યાર પછી વારાણસી નગરીની બહાર આંબાના ઘણાં બગીચા અને ફૂલવાડી બનાવ્યા. હવે મારે માટે યોગ્ય છે કે કાલે પ્રાતઃ કાલ થતાં જ લોઢાની કડાઈ, કડછી, તામ્રપાત્ર આદિ તાપસો માટેના અનેક ઉપકરણ બનાવીને તથા અશન, પાન, ખાદિમ, સાદિમ આદિ પદાર્થો વિપુલ માત્રામાં તૈયાર કરાવીને,મિત્રો, જ્ઞાતિબંધુઓ, સ્વજનો, સંબંધીઓ અને પરિચિતોને આમંત્રિત કરી; વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી સત્કાર–સન્માન કરીને તે જ મિત્રો જ્ઞાતિબંધુઓ, સ્વજનો, સંબંધીઓ અને પરિચિતોની સામે જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને તથા મિત્રો, જ્ઞાતિબંધુઓ, સ્વજનો, પરિચિતોને અને જ્યેષ્ઠ પત્રને પૂછીને તે લોઢાની કડાઈ, કડછી આદિ તાપસોના ઉપકરણો લઈને, જે ગંગાતટ વાસી વાનપ્રસ્થ તાપસ છે, જેમ કે– (૧) હોત્રિક–અગ્નિહોત્રી (૨) પોતિક–વસ્ત્રધારી (૩) કૌત્રિક-ભૂમિશાયી (૪) યાજ્ઞિક-યજ્ઞ કરનારા (૫) શ્રાદ્ધક-શ્રાદ્ધ કરનારા (૬) સ્થાલકી–પાત્ર ધારણ કરનારા (૭) હુંડિકા–એક કમંડળને જ ધારણ કરનારા (૮) દંતોખલિક-દાંતથી ધાન્યને ફોતરા રહિત કરીને માત્ર ચાવીને ખાનારા (૯) ઉન્મસ્જક–શરીર પર એક વાર પાણી નાંખી સ્નાન કરનાર (૧૦) સમસ્જક – વારંવાર પાણી નાખી સ્નાન કરનાર (૧૧) નિમજ્જક–પાણીમાં ડૂબકી મારી સ્નાન કરનાર (૧૨) સંપ્રક્ષાલક- માટીથી શરીરને ચોળીને સ્નાન કરનારા (૧૩) દક્ષિણકૂલવાસી–ગંગા નદીના દક્ષિણ કિનારે રહેનારા (૧૪) ઉત્તરકૂલવાસી (૧૫) શંખધૂમા-શંખ વગાડીને ભોજન કરનારા અર્થાત્ શંખનો અવાજ સાંભળીને કોઈ અતિથિ આવે તો તેને જમાડીને પછી જમનારા (૧૬) કૂલધ્યા-કિનારા ઉપર ઊભા રહીને અવાજ કર્યા
SR No.008806
Book TitleAgam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages127
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pushpika
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy