________________
८०
વર્ગ-૩ અધ્ય. ૩
શ્રી નિરયાવલિકા સ્ત્ર
પરિચય :
આ ઉદ્દેશકમાં શુક્ર નામના મહાગ્રહ દેવના પૂર્વભવ સોમિલ બ્રાહ્મણનું જીવન વૃત્તાંત છે.
એકદા શુક્ર દેવ પ્રભુ દર્શનાર્થે આવ્યા. પોતાની ઋદ્ધિ, નાટકનું પ્રદર્શન કરી પાછા ચાલ્યા ગયા. ત્યારપછી ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ તેનો પૂર્વભવ કહ્યો.
શુક્રદેવનો પૂર્વભવ ઃ– વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ તથા અનેક વૈદિક શાસ્ત્રોમાં નિષ્ણાત હતો. એક વખત તે નગરીમાં પ્રભુ પાર્શ્વનાથ પધાર્યા. પ્રભુનું પદાર્પણ થયું છે એમ જાણીને સોમિલ બ્રાહ્મણ પણ પોતાના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રભુ સમીપે ગયા. પ્રભુએ તેની શંકાઓનું સમાધાન કર્યું. પ્રભુના સમાગમે તેણે જૈન ધર્મ અને શ્રાવકના બાર વ્રતનો સ્વીકાર કર્યો.
સમય વ્યતીત થતાં સંત સમાગમના અભાવે તેની ધર્મશ્રદ્ધા ઘટી ગઈ. તેના આચાર વિચારમાં પરિવર્તન આવ્યું. તેણે અનેક આમ્રાદિ ફળોનાં ઉદ્યાન બનાવ્યા. કાલાન્તરે તેમણે દિશા પ્રોક્ષિક તાપસ પ્રવ્રજ્યા અંગીકાર કરી અને દિચક્રવાલ તપની આરાધના શરૂ કરી. તેમાં તે છઠના પારણે છઠની તપસ્યા અને પારણાના દિવસે ક્રમશઃ એક એક દિશાનું પૂજન કરી, તે દિશાના સ્વામી લોકપાલ દેવની આજ્ઞાપૂર્વક કંદ, મૂળ આદિ ગ્રહણ કરીને, આહાર કરતા હતા. તેણે વર્ષો સુધી તાપસ પ્રવ્રજ્યાનું પાલન કરીને મહામૃત્યુ માટે પ્રસ્થાન કરવાનો વિચાર કર્યો અને સંકલ્પ કર્યો કે "મારે ઉત્તર દિશામાં ચાલતાં ચાલતાં જવું અને રસ્તામાં જ્યાં પડી જાઉં ત્યાંથી ઊઠવું નહીં." આ પ્રમાણે અભિગ્રહ કરી તેણે ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કર્યું. આખો દિવસ ચાલીને સાંજે યોગ્ય સ્થાને વૃક્ષ નીચે નિયમાનુસાર વિધિ વિધાન કરી, કાષ્ઠ મુદ્રાથી મુખ બાંધી ધ્યાનસ્થ બની ગયા. રાત્રે એક દેવે પ્રગટ થઈને કહ્યું– હે સોમિલ ! તારી પ્રવ્રજયા દુષ્પ્રવ્રજ્યા છે.
સોમિલે દેવના વચનની અવગણના કરીને, બીજે, ત્રીજે, ચોથે દિવસે પણ ચાલવાનું ચાલુ રાખ્યું, ચોથી રાત્રે પુનઃ દેવ પ્રગટ થયા અને સોમિલને પૂર્વવત્ સૂચન કર્યું.
પાંચમી રાત્રે પણ પૂર્વવત્ ઘટના ઘટી. ત્યારે સોમિલે પૂછ્યું, હે દેવ ! મારી પ્રવ્રજ્યાને દુષ્પ્રવ્રજ્યા શા માટે કહો છો ? મારે તેમાં શું પરિવર્તન કરવું ?
તેના ઉત્તરમાં દેવે તેને ફરીવાર શ્રાવક ધર્મ સ્વીકારવાનું સૂચન કર્યું. દેવની સૂચનાનુસાર સોમિલે સ્વયં બાર વ્રત અંગીકાર કર્યા. ત્યારપછી ઉપવાસથી લઈને માસમાખણ સુધીની તપશ્ચર્યા કરી. અનેક