________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
બોધિ બીજ દીક્ષા—શિક્ષા દોરે બાંધી, "મુક્ત લીલમ" તણા તારક થયા, ગુરુપ્રાણ, "ઉજમ ફૂલ અંબા" ગુરુણીવર્યાને, વંદન કરું ભાવ ભર્યા. સંપાદન કાર્ય કરવામા કૃપા વરસાવી, શ્રુતજ્ઞાન બળ પૂરજો, ભાવ પ્રાણ પ્રકાશ કરવામાં, મમ અંતરયામી સદા બની રહેજો. સ્વાનુભૂતિ કરવાના જિજ્ઞાસુ વાચક ગણ !
જ્ઞાયકના જ્ઞાનેશ્વરી; પરમદષ્ટિના પારમેશ્વરી; ભેદ જ્ઞાનના અજોડ દાનેશ્વરી; અનંત જ્ઞાની, અનંત દર્શની એવા શ્રી વીતરાગ પરમાત્માની દિવ્ય દેશનાના ઝીલનારા, શ્રુત જ્ઞાનના પારગામી એવા શ્રી ગણધર રચિત પરમાગમ દ્વાદશાંગીની પુષ્ટિ કરતું; સ્થવિર ભગવંતોએ પામર જીવોને પરમાર્થ માર્ગમાં લઈ જવા માટે રચેલું; શ્રી ઉપાંગ સૂત્ર–નિરયાવલિકાદિ પંચક વર્ગ સંપુટનો ગુજરાતી અનુવાદ દેવ, ગુરુ, ધર્મ પસાયે, પંચ પરમેષ્ઠિના મંગલ સ્મરણના નિર્મળ શ્રદ્ધા બળે અને શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના ૨૬૦૦મા અવતરણ અભિષેક અવસરે ગુરુ, ગુરુણી દેવોના કૃપા બળે, ગોંડલ ગચ્છ શિરોમણી જયંત ગુરુવર્યના પ્રેરક અનુગ્રહ બળે, તેમની જ નેશ્રા અનુજ્ઞા બળે, આપ સમક્ષ પ્રગટ કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ.
પ્રસ્તુત ઉપાંગસૂત્ર સંપુટમાં ધર્મકથાનુયોગની ખુશ્બ મઘમઘે છે. તદાકાલે સાક્ષાત્ ચોવીસમાં ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પાસે ભક્તિ કરવા દેવો તથા દેવીઓ આવે છે. પ્રભુના દર્શન કરીને, પોતાની ઋદ્ધિનું દર્શન કરાવી રવાના થાય છે. ત્યારે ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે. ભગવન્ ! એ કોણ હતા ? અને એમનો મોક્ષ કયારે થશે ? છકાય જીવોના રક્ષક અણગાર, શીઘ્ર સ્વ–પરના બંધન તૂટે અને મોક્ષ મળે તેવી ભાવનાથી ભરેલ, ભક્તિ સભર હૃદયવાળા, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનના ધારક, ઈન્દ્રભૂતિ અણગાર ગણધર ગૌતમ સ્વામી નાભિના અવાજથી આવો પ્રશ્ન પૂછે છે ત્યારે....
તેના જવાબમાં કર્મની વિચિત્રતા ભરેલું, મોહ સામ્રાજ્યના સમ્રાટ રાગકેસરી રાજાના કેદી થયેલા, દ્વેષ યુવરાજના હાથથી બંધાયેલા, બાવન આત્મામાંથી કેટલાક આત્માઓનું રોમાંચક કથાનક ભગવાન સ્વયં શ્રીમુખેથી કહે છે. તો કેટલાક આત્માઓનું
25