________________
૧૩૨
वर्ग-3 अध्य.
શ્રી નિરયાવલિકા સૂત્ર
થી ૧૦
મણિભદ્ર દેવ આદિ
अध्ययन प्रारंभ :
| जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुष्फियाणं पंचमस्स अज्झयणस्स अयमठ्ठे पण्णत्ते, छट्ठस्स णं भंते ! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ :- હે ભગવન્ ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના પાંચમા અધ્યયનનો આ ભાવ કહ્યો છે, તો હે ભગવન્ ! મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના છઠ્ઠા અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે ?
મણિભદ્ર દેવના પૂર્વ-પશ્ચાદ્ ભવ :
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे । गुणसीलए चेइए । सेणिए राया । सामी समोसरिए ।
तेणं कालेणं तेणं समएणं मणिभद्दे देवे सभाए सुहम्माए माणिभद्दंसि सीहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं एवं जहा पुण्णभद्दो तहेव आगमणं, णट्टविहि, कूडागार - साला दिट्ठतो, पुव्वभवपुच्छा ।
मणिवईया णयरी । मणिभद्दे गाहावई । थेराणं अंतिए पव्वज्जा, एक्कारस अंगाई अहिज्जइ । बहूहिं वासाइं परियाओ । मासिया संलेहणा, सट्ठि भत्ताई । माणिभद्दे विमाणे उववाओ । दो सागरोवमाइं ठिई । महाविदेहे वासे सिज्झिहि । ભાવાર્થ:- હે જંબૂ ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. એક વાર ત્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા.
તે કાળે અને તે સમયે મણિભદ્ર દેવ સુધર્મા સભામાં મણિભદ્ર સિંહાસન ઉપર બેસીને ચાર હજાર સામાનિક દેવ આદિની સાથે બેઠા હતા વગેરે વર્ણન પૂર્ણભદ્ર દેવની જેમ જાણવું. તે પણ ભગવાનના