________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૪
[ ૧૨૧ ]
શરીરવાળી તથા મેલાં કપડાંથી કાંતિહીન, અશુચિથી ભરેલી, જોવામાં બીભત્સ અને અત્યંત દુર્ગધિત થઈ જવાથી રાષ્ટ્રકૂટની સાથે વિપુલ કામભોગોને ભોગવવા માટે અસમર્થ બની જશે. બહુ સંતાનથી અધન્યતાનો વિચાર :|३० तए णं तीसे सोमाए माहणीए अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि कुडुंबजागरियं जागरमाणीए अयमेयारूवे अज्झत्थिए जाव मणोगयसंकप्पे समुप्पज्जिहिइ एवं खलु अहं इमेहिं बहूहिं दारगेहि य जाव डिभियाहि य अप्पेगइए हिं उत्ताणसेज्जएहि य जाव परमदुग्गंधा णो संचाएमि रट्ठकूडेणं सद्धिं जाव भुंजमाणी विहरित्तए । तं धण्णाओ णं ताओ अम्मयाओ जावजीवियफले, जाओ णं वंझाओ अवियाउरीओ जाणुकोप्परमायाओ सुरभिसुगंधगंधियाओ विउलाई माणुस्सगाई भोगभोगाइं जमाणीओ विहरति । अहंणं अधण्णा अपुण्णा अकयपुण्णा णो संचाएमि रट्ठकूडेणं सद्धिं विउलाई भोग भोगाई भुंजमाणी विहरित्तए ।
ભાવાર્થ :- ત્યાર પછી તે સોમા બ્રાહ્મણીને એક વાર રાત્રિના પાછલા પ્રહરમાં સાંસારિક વિચારણા કરતાં આ પ્રકારનો વિચાર આવશે કે હું આ ઘણાં નાનાં-મોટાં અને નવાં જન્મેલાં બાળક–બાલિકાઓ, કુમાર-કુમારિકાઓથી ત્રસ્ત થઈ રહી છું. તેમાંથી કોઈ લાંબા કાળ સુધી સૂતાં જ રહે છે યાવત કોઈ પેશાબ કરતા જ રહે છે. તેના મળ-મૂત્ર વમન આદિથી ખરડાયેલી રહેવાના કારણે અત્યંત દુર્ગધવાળી થઈ જવાથી હું રાષ્ટ્રકૂટની સાથે ભોગ ભોગવી શકતી નથી. તે માતાઓ ધન્ય છે યાવત્ તેઓએ મનુષ્યજન્મ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત કર્યું છે કે જે વંધ્યા છે, બાળકને જન્મ નહીં આપવાથી, જાનુકુર્પરમાતા બની, સુગંધી દ્રવ્યોથી સુવાસિત થઈને, વિપુલ મનુષ્ય સંબંધી ભોગોને ભોગવતી સમય વ્યતીત કરે છે. પરંતુ હું અધન્ય છું, પુણ્યહીન અને નિર્ભાગી છું કે રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોગોને ભોગવી શકતી નથી.
સુવતા આર્યાનું બિભેલ સન્નિવેશમાં આગમન :|३१ तेण कालेणं तेणं समएणं सुव्वयाओ णामं अज्जाओ इरियासमियाओ जाव बहुपरिवाराओ पुव्वाणुपुद्वि चरमाणीओ गामाणुगाम दुइज्जमाणीओ जेणेव विभेले सण्णिवेसे तेणेव उवागच्छिर्हिति उवागच्छित्ता अहापडिरूवं उग्गहं जाव विहरिस्सति ।
ભાવાર્થ :- કાળે તે સમયે ઈર્યા આદિ સમિતિઓથી યુક્ત યાવતુ ઘણાં સાધ્વીજીઓ સાથે સુવ્રતા નામના આર્યાજી અનુક્રમથી ગ્રામાનુગ્રામ વિચરતાં તે બિભેલ સન્નિવેશ(ગામ)માં આવશે અને શ્રમણોચિતસાધુને યોગ્ય ઉપાશ્રયમાં ઉતરવાની આજ્ઞા લઈને ત્યાં રહેશે.