________________
[ ૧૧૮ |
શ્રી નિરયાવલિકા સૂત્ર
સંયમ પર્યાયનું પાલન કર્યું, પાલન કરીને અર્ધમાસિક સંલેખનાથી આત્માને ભાવિત કરીને, ત્રીસ ભક્ત (ભોજન)ને અનશન દ્વારા છોડીને અને અકરણીય કાર્યોની, સંયમમાં લાગેલા દોષોની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના જ કાલના સમયે કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકના બહુપુત્રિકા વિમાનની ઉપપાત સભાની અંદર દેવદૂષ્યથી આચ્છાદિત દેવશય્યા પર અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહનાથી બહુપુત્રિકાદેવી રૂપે ઉત્પન્ન થઈ.
ત્યાર પછી ઉત્પન્ન થતાં જ તે બહુપુત્રિકાદેવીએ ભાષા–મનઃપર્યાપ્તિ પર્વતની પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત અવસ્થાને પ્રાપ્ત કરી. હે ગૌતમ! આ પ્રમાણે બહુપત્રિકાદેવીએ તે દિવ્ય દેવઋદ્ધિ આદિને પ્રાપ્ત કરી છે. ગૌતમની પુનઃ જિજ્ઞાસા :| २५ से केणद्वेणं भंते ! एवं वुच्चइ- बहुपुत्तिया देवी, बहुपुत्तिया देवी ?
गोयमा ! बहुपुत्तिया णं देवी जाहे जाहे सक्कस्स देविंदस्स देवरण्णो उवत्थाणियं करेइ, ताहे ताहे बहवे दारए य दारियाओ य डिभए य डिभियाओ य विउव्वइ, विउव्वित्ता जेणेव सक्के देविंदे देवराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता सक्कस्स देविंदस्स देवरण्णो दिव्वं देवि४ि दिव्वं देवज्जुई दिव्वं देवाणुभावं उवदंसेइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- बहुपुत्तिया देवी बहुपुत्तिया देवी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે બહુપુત્રિકા દેવી, બહુપુત્રિકા દેવી કહેવાય છે?
હે ગૌતમ! બહુપુત્રિકાદેવી જ્યારે જ્યારે દેવોના રાજા શકેન્દ્રની પાસે નાટક કરવા જાય છે ત્યારે ત્યારે તે ઘણાં છોકરાં-છોકરી અને બાળક–બાલિકાઓની વિદુર્વણા કરે, વિદુર્વણા કરીને જ્યાં દેવેન્દ્રદેવરાજ શક્ર બેઠા હોય, ત્યાં જઈને તે દેવેન્દ્ર શુક્રની સમક્ષ પોતાની દિવ્ય દેવઋદ્ધિ (પરિવારાદિ), દિવ્ય દેવદ્યુતિ (શરીર અને આભરણાદિની કાંતિ) અને દિવ્ય દેવાનુભાવ(અદ્ભુત વૈક્રિય શરીરાદિની શક્તિ)- પ્રભાવતેજને બતાવે છે. હે ગૌતમ! તેથી તે બહુપુત્રિકાદેવી કહેવાય છે. २६ बहुपुत्तियाणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- હે ભગવન્! બહુપુત્રિકાદેવીની સ્થિતિ કેટલી કહી છે? હે ગૌતમ ! બહુપુત્રિકાદેવીની સ્થિતિ ચાર પલ્યોપમની છે. બહુપુત્રિકાનો ભાવી ભવ : સોમા :| २७ बहुपुत्तिया णं भंते ! देवी ताओ देवलोगाओ आउक्खएणं भवक्खए