SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નિરયાવલિકા સૂત્ર શ્રમણીઓ છીએ તેથી બાળકોનાં લાલન–પાલન, બાલક્રીડા આદિ કૃત્યો આપણા માટે કલ્પનીય નથી. હે દેવાનુપ્રિયે ! તમે ગૃહસ્થના બાળકોમાં આસકત, મૂર્છિત અને અનુરાગી થઈને તેના માલિશ આદિ અકલ્પનીય કાર્ય કરો છો યાવત્ પુત્ર-પુત્રી, પૌત્ર-પૌત્રી આદિની લાલસાપૂર્તિનો અનુભવ કરો છો તેથી હે દેવાનુપ્રિયે ! તમે આવા અકલ્પનીય કાર્યની આલોચના કરો યાવત્ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો. ૧૧૬ २२ सभा अज्जा सुव्वयाणं अज्जाणं एयमट्ठ णो आढाइ, णो परिजाणइ, अणाढायमाणी अपरिजाणमाणी विहरइ । तए णं ताओ समणीओ णिग्गंथीओ सुभद्दं अज्जं हीलेंति, णिदंति, खिसंति, गरहंति अभिक्खणं अभिक्खणं एयमट्ठ णिवारेति । ભાવાર્થ :– સુવ્રતા આર્યા દ્વારા આ રીતે અકલ્પનીય કાર્યોનો નિષેધ કરવા છતાં પણ તે સુભદ્રા આર્યાએ તે વાતને માની નહીં કે તેના ઉપર ધ્યાન આપ્યું નહીં પરંતુ તે વાતની ઉપેક્ષા કરતી તે જ પ્રકારે વ્યવહાર કરતી રહી. ત્યારે અન્ય નિગ્રંથ શ્રમણીઓ સુભદ્રા આર્યાની હીલના(તિરસ્કાર) કરતી, નિંદા કરતી, ઠપકો આપતી, ગર્હા કરતી—ભર્ત્યના કરતી અને તેને વારંવાર તે કાર્યો માટે રોકતી હતી. २३ तए णं तीए सुभद्दाए अज्जाए समणीहिं णिग्गंथीहिं हीलिज्जमाणीए जाव अभिक्खणं अभिक्खणं एयमट्ठ णिवारिज्जमाणीए अयमेयारूवे अज्झत्थिए जाव मणोगयसंकप्पे समुप्पज्जित्था - जया णं अहं अगारवासं वसामि तया णं अहं अप्पवसा, जप्पभिरं च णं अहं मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइया, तप्पभिदं च णं अहं परवसा; पुव्विं च मम समणीओ णिग्गंथीओ आर्ढेति परिजार्णेति, इयाणिं णो आढेंति णो परिजार्णेति, तं सेयं खलु मे कल्लं जाव जलते सुव्वयाणं अज्जाणं अंतियाओ पडिणिक्खमित्ता पाडिएक्कं उवस्सयं उवसंपज्जित्ताणं विहरित्तए, एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलते सुव्वयाणं अज्जाणं अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पाडिएक्कं उवस्सयं उवसंपज्जित्ताणं विहरइ । तए णं सा सुभद्दा अज्जा अणोहट्ठिया अणिवारिया सच्छंदमई बहुजणस्स चेडरूवेसु मुच्छिया जाव णत्तिपिवासं च पच्चणुभवमाणी विहरइ ॥ ભાવાર્થ :- નિગ્રંથી આર્યાઓ દ્વારા પૂર્વોક્ત પ્રકારે હીલના આદિ કરવાથી અને વારંવાર રોકવાથી તે સુભદ્રા આર્યાને આ પ્રકારનો અધ્યવસાય યાવત્ માનસિક વિચાર ઉત્પન્ન થયો કે જ્યારે હું મારા ઘેર હતી ત્યારે સ્વતંત્ર હતી, હવે જ્યારે ઘર છોડી મુંડિત થઈ, અણગારિક પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે ત્યારથી હું પરતંત્ર થઈ ગઈ છું. પહેલાં જે નિગ્રંથ શ્રમણીઓ મારો આદર કરતી હતી, મારી સાથે પ્રેમપૂર્વક આલાપ–
SR No.008806
Book TitleAgam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages127
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pushpika
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy